ગીરસોમનાથ માં કાઇપો છે નો નાદ નહીં પણ પક્ષીઓનો કલરવ સંભળાય
રાજ્ય ભરમાં આજે ઉત્તરાયણને લઇ કાઇપો છે નો નાદ ગુંજી ઉઠશે.પણ આ ગુંજ પક્ષીઓ માટે માતમ બની જાય છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેરો છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે.આ જિલ્લો છે ગીરસોમનાથ.
રાજાશાહીનાં સમય થી જ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથાજ નથી
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તેમજ સુત્રાપાડા શહેરનાં અહીંનું આસમાન ચોખ્ખું છે.અને અહીં કાઇપો છે નો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે.કારણ કે આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે.પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા. જેના બે મુખ્ય કારણો છે.
(૧) આ સમય દરમ્યાન અહીં પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે.અહીંના બરડા,સોડમ અને પીપળવા બંધારામાં લાખ્ખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે.અને મુક્ત પણે ગગનમાં વિહાર કરે છે.ઉત્તરાયણમાં જો આ વિસ્તારમાં પતંગ ચગાવવામાં આવે તો પતંગની દોરથી હજ્જારો પક્ષી ઘાયલ થવાની શકયતા રહેલી છે.ગીર બોર્ડેરમાં વસતા લોકો પરંપરાગત રીતે પક્ષી અને પ્રકૃતિ પ્રેમી છે. આથી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી.
(૨)મકરસંક્રાંતિ દરમ્યાન ગીર વિસ્તારમાં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા ઊંઘી હોવાને કારણે પતંગ ચગાવવા માફક પવન નથી.ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિષ કરી પરંતુ પવન ન હોવાના કારણે પતંગ ચગતી નથી એવું નથી કે અહીં પતંગ ચગાવતા નથી ચગાવાય છે અને તે પણ એક બે દિવસ નહીં આખે આખા ત્રીસ દિવસ કાપ્યો છે નો નાદ ગુંજે છે. ગીર સોમનાથનાં કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે.ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોઈ છે.જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે જે પણ સાંજનાં 4 થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ન બને.
ઉત્તરાયણમાં આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે
ગીર સોમનાથનાં સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા વિસ્તારમાં ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવતા નથી આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે.અહીં પવનની દિશા ઊંઘી રહે છે.એટલેકે પવન પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને એ પણ મંદ ગતિએ જેથી કરીને પતંગ ઉડતા નથી.વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે.ભાદરવા માસ દરમિયાન વહેતા નૈઋત્યનાં મૌસમી પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે.આથી પતંગ સારી રીતે ઉડી શકે છે.તો આ વિસ્તાર લીલી નાઘેર તરીકે પ્રચલિત હોય રાજાશાહીનાં સમયથીજ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથાજ નથી.કારણ ભાદરવા માં અનાજ પાકી ગયુ હોય પક્ષીઓને ચણ માટે ઉંચી ઉડાન ભરવી પડતી નથી. ચણ નીચે જમીન પર જ સહેલાઈથી મળી રહે છે.જ્યારે ઉત્તરાયણ દરમ્યાન શિયાળામાં હજુ પાકો ખેતરમાં જ હોય છે.આ સમય દરમિયાન જો અહીં પતંગ ઉડાડવામાં આવે તો પક્ષી માઈગ્રેટ થતા હોય ઘાયલ થઈ શકે.અહીં જીવદયાને પ્રાથમિકતા આપવામાં આવે છે.આથી ગીરનાં આ તાલુકામાં વસતા પક્ષીઓ નહિ થાય ઘાયલ.અહીંના પક્ષીઓ મુક્ત મને ગગન વિહાર કરતા જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા જ નથી.આ દિવસે દાન પુણ્યનું ખાસ્સું મહત્વ અહીં રહે છે.લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલનાં લાડુનું દાન કરે છે.તો રોકડ રકમ પણ દાનમાં આપે છે.ગીર સોમનાથ જિલ્લો જળ પ્લાવિત વિસ્તાર છે.અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.અહીં પતંગ ન ઉડતા હોવાને કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ અહીં સુરક્ષિત રહે છે. અહીંના યુવાનોમાં જાગૃતિ આવી છે. પતંગ ન ઉડાડી અહીં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે.ધૂન ભજન કરવામાં આવે છે.તલ,મમરા અને શીંગની ચીકી તેમજ લાડુ બનાવી મંદિરો માં અનાજ સાથે ધરવામાં આવે છે. અહીં પક્ષીઓનું સંરક્ષણ થાય છે.જે ઉમદા અને પ્રેરણારૂપ તેમજ આવકાર્ય પગલું છે.
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
1 thought on “ગીર સોમનાથમાં કેમ ઉત્તરાયણ ઉજવાતી નથી..જાણો શું છે કારણ”