આગામી લોકસભાની ચુંટણી ની તેયારીઓ દરેક પાર્ટીએ પોતાની રીતે શરુ કરી દીધી છે ત્યારે દુનિયાની સોથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીએ પણ દેશભરમાં પોતાની તેયારીઓ ચાલુ કરી દીધી છે
અને દેશ ભરમાં લોકસભાની ચુંટણી ને લઈને બીજેપીએ રાજ્ય સ્તરે પોતાની બેઠકો શરુ કરી દીધી છે ત્યારે આગામી 6 જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાતમાં પણ બીજેપીની બેઠક થવા જઈ રહી છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠક માં હાજરી આપે તેવી અટકળો સેવાઈ રહી છે
લોકસભાની ચુંટણી ને લઈને આગામી 6 જાન્યુઆરીના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ભાજપની બેઠક મળવાની છે આ બેઠક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં થશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળ ના સભ્યો પણ આ બેઠકમાં હાજરી આપશે અને બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ હાજરી આપે તેવી શક્યતા છે
આ બેઠક ગાંધીનગરના પથિકાશ્રમ,કમલમ અથવા મુખ્યમંત્રીના આવાસે મળવાની શક્યતા છે આ બેઠકમાં ગુજરાત ભાજપના અગ્રણી નેતા ઉપરાંત લોકસભાની ચુંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે આ બેઠકમાં સરકારી યોજનાઓની માહિતી રાજ્યના એક એક નાગરિક સુધી પહોચે તેવું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત રામ મંદિરના પ્રાણ પ્રસિસ્થા કાર્યકર્મ પછી લોકોને રામ મંદિરના દર્શન માટે લઇ જવાનું આયોજન કેવી રીતે કરવું તેની પણ ચર્ચા આ બેઠકમાં થવાની શક્યતા છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં