- જરોદ પોલીસ મથકનો વહીવટદારનો વચેટીયો લાંચ લેતા ઝડપાયો
- 70 હાજારની લાંચ લેતા વચેટીયો રંગેહાથ ઝડપાયો, વહીવટદાર ફરાર
વડોદરા જિલ્લા પોલીસ તંત્રના જરોદ પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી રૂપિયા 70 હજારની લાંચ લેતા વચેટીયા ભરત જયશ્વાલને વડોદરા લાંચ રૂશ્વત વિરોઘી શાખાએ રંગેહાથ ઝડપી પાડયો હતો જ્યારે વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરી છે નોંઘનીય છે કે વહીવટદાર નિર્મલસિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે ફરિયાદમાંથી નામ કાઢવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી ગોડાઉન ખાલી કરાવ્યું એ.સી.બી.માંથી મળેલી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાનું ગોડાઉન ભાડે આપ્યું હતું પરંતુ ગોડાઉન ભાડે રાખનાર રમેશ બિશ્રોઇ અને પિયુશઓએ ભાડા કરાર કર્યો ન હતો આથી ફરિયાદીએ ગોડાઉન ખાલી કરાવ્યું હતું દરમિયાન જરોદ પોલીસે તાજેતરમાં ભણીયારા ગામની સીમમાં ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં રમેશ બિશ્રોઇ અને પિયુશની ઘરપકડ કરી હતી અને તેઓ સામે જરોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી એસીબી દ્વારા છટકું જોકે ફરિયાદી બાકીના રૂપિયા 70 આપવા માંગતા ન હોઇ તેઓએ વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી લાંચ માંગનાર જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને તેના સાગરીત ભરત જયશ્વાલ સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એ.સી.બી.ના પી.આઇ.એ.એન. પ્રજાપતિએ મદદનીશ નિયામક ની.એચ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવ્યું હતું વચેટીયાએ દુકાન પાસે બોલાવ્યો એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ ફરિયાદીએ જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહને બાકીના રૂપિયા 70 હજાર લઇ જવા માટે ફોન કર્યો હતો વહીવટદાર નિર્મલ સિંહે રૂપિયા 70 હજાર લેવા માટે તેના સાગરીત (વચેટીયા) ભરત જયશ્વાલનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ વચેટીયા ભરત જયશ્વાલનો સંપર્ક કર્યો હતો વચેટીયાએ ફરિયાદીને રૂપિયા 70 હજાર લઇને GF-11મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે જરોદ ખાતે બોલાવ્યો હતો હેડ કોન્સ્ટેબલ ફરાર ફરિયાદીએ વચેટીયાએ બતાવેલી જગ્યાએ એ.સી.બી.ના પી.આઇ.એ.એન. પ્રજાપતિ અને તેમનો સ્ટાફ વોચમાં ગોઠવાઇ ગયો હતો દરમિયાન ફરિયાદી પાસેથી જરોદ પોલીસ મથકના વહીવટદાર નિર્મલ સિંહેના સાગરીત (વચેટીયા) ભરત જયશ્વાલે રૂપિયા 70હજાર લેતાની સાથેજ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમ તેને દબોચી લીધો હતો વચેટીયો ઝડપાયા બાદ એ.સી.બી.એ લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો એસીબીએ ગુનો દાખલ કર્યો એ.સી.બી.એ જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને વચેટીયા ભરત જયશ્વાલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જરોદ પોલીસ મથકના વહીવટદાર અને તેના વચેટીયા સામે લાંચનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જરોદ પોલીસ મથકના વહીવટદાર અને તેના વચેટીયા સામે લાંચનો ગુનો દાખલ થતાં જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો
મહેન્દ્ર સોલંકી, વડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં