બનાસકાંઠા જિલ્લાના જાત ગામે વર્ષ 2021 22 માં સરકારની એક યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ તે દીવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ બની છે તેવા ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે જોકે ગ્રામજનોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ છ છ મહિના સુધી કોઈપણ કાર્યવાહી નહિ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન અડીને આવેલ પાંથાવાડા ગામના જાત ગામે વર્ષ 2021 22 માં સરકારની 15% વિવેકાધીન યોજના અંતર્ગત ગામમાં પુનમાભાઈ રાજગોરના ઘરની બાજુમાં દીવાલ મંજૂર કરવામાં આવી હતી જો કે આ દિવાલ રૂપિયા 50,000 ના ખર્ચે બનાવવાની હતી પરંતુ આ દિવાલ માત્રને માત્ર કાગળ પર બની હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે જોકે આ બાબતે ગ્રામજનોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતા જેને લઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે
દિનેશ ઠાકોર, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં