- આણંદ ટાઉન પોલીસની સી-ટીમ દ્વારા એક અનોખી પહેલ
- પોલીસ દ્વારા શાળામાં મુકવામાં આવ્યા કંપલેન બોકસ
- ફરિયાદ કરનાર કિશોરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે
શાળા કોલેજની બહાર રોડ રોમીયોનાં ત્રાસ હોય કે શાળા કોલેજની અંદર સગીર દિકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ધટનાઓ બનતી હોય છે, પરંતુ કિશોરી બદનામી કે ડરનાં કારણે આ વાત કોઈને કહી શકતી નથી,ત્યારે કિશોરી આવી ધટનાઓ કે પછી અન્ય કોઈ મુંજવણ અંગે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ કરી શકે તે માટે આણંદ ટાઉન પોલીસની SHE ટીમ દ્વારા એક અનોખી પહેલ કરી શાળામાં કંપલેન બોકસ મુકવામાં આવ્યા છે,જેથી રોડ રોમીયોનાં ત્રાસ હોય કે પછી અન્ય કોઇ સમસ્યા હોય તે માટે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ લખીને આ કંપલેન બોક્ષમાં નાખી શકશે અને પોલીસની શી ટીમ દ્વારા કિશોરીની ઓળખ જાહેર કર્યા સિવાય સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે શાળા અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરતા ક્યાંકને ક્યાંક ડર કે સંકોચ અનુભવતા હોય છે.જેને લઈ આણંદ ટાઉન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરી છે,.શી ટીમનાં ઈન્ચાર્જ જસીબેેન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજય સરકારનાં અભિગમ અનુસાર પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મિણા અને નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલની સુચના અને ટાઉન પી.આઈ જી.એન પરમારનાં માર્ગદર્શન હેઠળ આણંદ શહેરની દરેક શાળા અને કોલેજોમાં કંપ્લેન બોક્ષ મુકવામાં આવનાર છે.જેમાં વિદ્યાર્થીનીઓ પોતાની ફરિયાદ કરી શકશે.જે પ્રશ્નોનાં પોલીસની શી ટીમ દ્વારા નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે,અને તેમાં ફરીયાદ કરનાર કિશોરીની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
આ સમાચાર નો વધુ એહવાલ વિડિયો માં જોશો
યુનુસ વહોરા, આણંદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં