- ખેરાલુ તાલુકામા છાસવારે બનતી ઢોર ચોરીની ઘટનાથી પશુપાલકો પરેશાન
- સુરક્ષાની જવાબદારી રાખતી ખેરાલુ પોલીસ ઘોર નિદ્રામાં
ખેરાલુ તાલુકા મા છાસ વારે બનતી ઢોર ચોરી ની ધટના ઓ થી પશુ પાલકો ની રાતો ની ઊંઘ હરામ કરી છે ત્યારે સુરક્ષા ની જવાબદારી રાખતી ખેરાલુ ની પોલીસ નુ પેટ નુ પાણી પણ હલતુ નથી કારણકે તાજેતર મા તાલુકા ના દેલવાડા ગામે થી પાંચ ભેંસો તેમજ એક પાડા ની ચોરી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરવામા આવી હતી જ્યારે નજીક માં આવેલ એક ખેતર માથી પણ ભેંસો ચોરવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ કારણસર ભેંસો નહી છુટતા એક ભેંસ ના લાકડી વડે માર મારવામા આવ્યો હતો.
આવા વિકૃત માણસો દ્વારા નુ આવક નુ સાધન છીનવે છે ત્યારે સત્તા મા બેસેલા સત્તાઘીસો બધું બરાબર છે માનીને ઘોર નિંદ્રા માં છે . પીડિત એવા બન્ને પરીવારો સાધારણ પરીવારો જણાઈ આવે છે જ્યારે કેમેરા સમક્ષ પણ પોતાની આપ વીતી કહેતા આંખો માં પાણી ભરાઈ આવતુ જણાય છે. ખેડુત પોતાના બાળકો કરતા વધુ પશુ ઘન ને સાચવતા હોય છે કારણ કે પોતાનો દીકરો વિસ વર્ષે કમાઈ ને આપે છે જ્યારે પશુ ઘન માત્ર ચાર પાંચ વર્ષ માં કમાણી કરતુ થઇ જાય છે એટલેજ તો પશુ પાલકો પોતા ના પશુ ઘન ની વઘુ સાચવણી કરતા હોય છે. આજ રીતે ચોરી યો ની ધટના ઓ બનતી રહેશે તો ખેડુત તો પાયમાલ થઈ જસે અને પશુ રાખતા પણ ગભરાશે તો ઉચ્ચ અઘીકારી દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધાવી ગામડે ગામડે જી આર ડી ના માણસો મુકવા મા આવે અને પોલીસ વાન દ્વારા તેમનુ સુપરવીજન કરવા મા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
અનુપસિહ ચાવડા સાથે કાલુ રમજાન, મહેસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી