- રાજપીપલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
- ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી
- ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે.
આજ રોજ ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપલા જેલમાં ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. આજે ચૈતર વસાવાપ ત્ની વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. જોકે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે સૌથી મોટીરાજકીય ઘટના ગણાવાઈ હતી. 30 મિનિટની મુલાકાત લીધા બાદ દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે. એનાથી ગુજરાતના પુરા આદિવાસી સમાજમાં ભારે રોષ છે. માત્ર ચૈત્ર વસાવાને જ નહીં પણ એમના ધર્મ પત્નીની પણ ધરપકડ કરી છે શકુંતલાબેન આદિવાસી સમાજ ની વહુ છેઆદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડયા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.
દીપક જગતાપ સાથે જીતુ રાણા, નર્મદા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી