વડોદરામાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફિલા પવન તેમજ તાપમાનનો પારો ગગડતા શહેર ઠંડુગાર બન્યુ છે.ત્યારે આજે પણ ઉત્તર તરફથી ૧૩ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતા સાથે વાદળીયા વાતાવરણ વચ્ચે શહેરમાં શીત લહેરને પગલે રાત્રીના માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા.તીવ્ર ઠંડીથી રક્ષણ મળે તે માટે કમાટીબાગના ઝુ સત્તાધિશોએ પશુ પક્ષીઓના પીંજરાની ફરતે ગ્રીન નેટ લગાડવાની સાથે હરણ, વાધ,સિંહના પીંજરામાં ધાસની ચાદર બનાવીને મુકવામાં આવી છે. વડોદરામાં આજે વાદળીયા વાતાવરણ વચ્ચે ઉત્તર પૂર્વ તરફ થી ૧૩ કિ.મીની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીના સપાટા થી લોકો ઠુંઠવાયા હતા. જોકે, તીવ્ર ઠંડીના ચમકારાને પગલે રાત્રે મોટાભાગના માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લધુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૬૪૫ ટકા જે સાંજે ૩૭ ટકા નોંધાયુ હતુ.જોકે, હજી ઠંડીનો ચમકારો વર્ધ તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કમાટીબાગ ખાતે ઝુ સત્તાધિશો દ્વારા પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પિંજરાની આજુબાજુ ગ્રીન નેટ લગાડવામાં આવી છે.
વિજય ચૌહાણ, વડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો