- વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાટણ નું સુભારભ
- પાટણ તાલુકાના સાંકરા ગામમાં આયોજીત વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્રમ
- રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેતા સાંકરા ગ્રામજનો
દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેશભરમાં ગામે ગામ જઈને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. જ્યારે આ યોજના થકી થતા લાભ પણ લોકો સ્થળ પર જ મેળવી રહ્યા છે. એટલે કે, હવે સરકારની યોજનાઓ ઘર આંગણે પહોંચતી થઈ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો.
જેનું સાંકરા ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.દેશનો કોઈપણ નાગરિક સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ના રહી જાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોનો જ એક ભાગ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજનાઓ હવે ઘર આંગણે આવી છે અને આ યોજનાઓને દરેક નાગરિક ઉમળકાભેર વધાવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. આ રથ મારફતે ગ્રામજનોએ સરકાર દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી. જ્યારે આ આયોજીત કાર્યક્રમમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. તેમજ “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની કહાની લોકો સુધી પહોંચાડી હતી.
હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો