- ગીર સોમનાથના ઉના શહેર માં આધાર કાર્ડ બનાવવાનું મહા કોંભાંડનો પર્દાફાશ
- પોલીસે ત્રણની ધરપકડ કરી મોટા ખુલાસા થવાની આશંકા
ગીર સોમનાથના ઉના શહેર ના બસ સ્ટેશન સામે ના વિસ્તાર માં દરબારી આધાર નામની દુકાન ની અંદર કોઈ પણ આધાર કે પૂરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કોંભાંડ છેલ્લા બે વર્ષ થી ચાલતું હતું આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસ ને તેની ભનક લાગ્યા શનિવારે રાત્રે દરોડો પાડયો હતો આધાર કાર્ડ નું કોંભાંડ આચરનાર ની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ કર્યું હતુંપોલીસે આ સમગ્ર મામલે ઉના ના અસલમ ઇસ્માઇલ શેખ..શબ્બીર શરીફ સુમરા. અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમ ની ધરપકડ કરી છેદરબારી આધાર નામની દુકાન સંચાલક છે
જે મુખ્ય આરોપી અસલમ સેખ્ તે લાંબા સમય થી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જનમ મરણ સબ રજીસ્ટાર ના સિક્કો તેમજ ડેમો રજીસ્ટર સહિત ના જુદા જુદા દાખલાઓ અને કાર્ડ તે એડિટ કરી બનાવતો હતો પોલીસે તેમની દુકાન અને ઘર પર થી એકજ નબર ના બે આધાર કાર્ડ ગ્રાહકો ની માહિતી કોમ્પ્યુટર સેટ લેમીનેશન મશીન લેપટોપ.કલર પ્રિન્ટ .પાં કાર્ડ. ક્ટર મશીન સહિત મુદ્દા માલ કબજે કર્યોએસપી ના જણાવ્યા મુજબ આરોપીને ઘની બધી માહિતી ડિલીટ કરી દીધી છે જે માટે ટેકનિકલી મદદ લેવા માં આવસે પોલીસે હાલ ત્રણ ની ધરપકડ કરી છે આં શખ્શો અન્ય રાજ્યો માં પણ કોંટેક મા હતા હાલ તમામ આરોપી રિમાન્ડ પર છે અને મોટા ખુલાસા પૂછ પરછ માં થય શકે છે એક આધાર કાર્ડ કાઢવા 1200 થી લય ને હજારો રૂપીયા લેવામાં આવતા હતા
પરેશ જાદવ,ઉના, ગીર સોમનાથ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો