- જામ ખંભાળીયામાં રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં આક્રોશ
- તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં આક્રોશ
દેવભૂમી દ્વારકામાં આવેલા જામ ખંભાળીયામાં રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં નારાજગી પાલિકાના જવાબદાર તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અને શહેરના મુખ્ય ચોકમાં દરરોજ અસંખ્ય લોકો આવતા જતા ચોકમાં અડિંગો જમાવી ને બેઠા રહેતા પશુઓનો ત્રાસ સહન કરવા લોકો મજબુર બન્યા છે શહેરમાં અવાર નવાર આખલા યુદ્ધ સાથે ધમાચકડી બોલાવતા અને લોકોને ઢિકે ચડાવતા રખડતા પશુઓને કારણે શહેરમાં નિકળતા પણ લોકોને ડર લાગી રહ્યો હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં નહીં આવતા શહેરીજનોમાં પાલિકાના જવાબદાર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે
જયસુખ મોદી, દેવભૂમિ દ્વારકા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં