- ઉપલેટામાં ખંડણી માંગી યુવક પર જીવલેણ હુમલા
- પોસ્ટ ઓફિસ પાસે ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલા
- ઉપલેટામાં પોસ્ટ ઓફિસ પાસે બન્યો બનાવ
રાજકોટમાં આવેલા ઉપલેટામાં ખંડણી માંગી યુવક પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, યુવકે ખંડણી નહિ આપતાં હુમલો કરાયો હોવાનો યુવકે આરોપ કર્યો છે, મક્કી હાજી અદ્રેમાન શિવાણી નામના યુવક પર જાહેર રસ્તા પર હુમલો થયો છે, બાઈક પર જઈ રહેલા યુવક પર ઉપલેટાના પોસ્ટ ઓફિસ પાસે ટીવીએસના શો રૂમ નજીક ત્રણ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યાની ઘટના બની હોવાનું યુવકે જણાવ્યું હતું, હુમલાની ઘટના બાદ આગેવાનો અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યોહુમલાની આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ હતી.
આશિષ મહેતા, રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં