- નકલી નોકરીના કારોબારમાં આરોપી હિરેન ડાભી પકડાયો
- અસલ બિઝનેસ જમીન દલાલીનો ખુલ્યો
- અન્ય ફરાર લોકોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી
ખેડા જીલ્લામાં આવેલા નડિયાદમાંથી સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બનાવટી એપોઈમેન્ટ લેટર આપી 5 ઠગ લોકોએ 5 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 53.02 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં ગુપ્તાની ઓળખ આપનારને નડિયાદ ટાઉન પોલીસે ફોન કોલના લોકેશનના આધારે ઝડપી લીધો છે. અને તેનું નામ હિરેન ડાભી તેમજ તેનો અસલ વ્યવસાય તો જમીન દલાલીનો ખુલ્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી મોબાઈલ લોકેશનના આધારે પોતાની જાતને ગુપ્તા તરીકે ઓળખાવનાર હિરેનસિંહ જશવંતસિંહ ડાભી (રહે. ગાંધીનગર જિલ્લાના માણસા નજીક મંડાણી)ને પકડી પાડ્યો છે. મહત્વની વાત એ છે કે આ હિરેનસિંહ પોતે જમીન દલાલનો વ્યવસાય કરે છે અને ખૂબ જ ઓછો ભણેલો છે માત્ર 12 ચોપડી પાસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેણે આ ટોળકી ઊભી કરી સરકારી નોકરી અપાવવા માટે લાલચ આપી નાણા પડાવ્યા હોવાની કબુલાત કરી છે. પોલીસી એ હાલમાં આ હિરેનસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે પણ અપીલ કરી છે કે, આ કેસમાં અન્ય ઠગાયા હોય તો તુરંત પોલીસનો સંપર્ક સાંધે.
સતિષ કિશ્રિયન, ખેડા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં