- 20 ટકા ખાંડ શણના કોથળામાં પેક કરવાના આદેશથી નારાજગી
- ખેડૂતોને વધુ બોજો આવશે, એમએસપી વધારવાની કરી માંગ
કેન્દ્ર સરકાર દ્વારા હાલ માજ દેશની દરેક સુગર મિલો ને ઇ મેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને જેમાં દરેક સુગર મિલો એ પોતાના ખાંડ ના ઉત્પાદનના 20 ટકા જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળા માં પેક કરી ને વેચવાની રહેશે ,જોકે કેન્દ્ર સરકાર ના આ નિર્ણય ને લઈ ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે અને જેનું કારણ છે શણ ના કોથળા ની પડતર કિંમત ,હાલ દરેક સુગર મિલો સરકાર દ્વારા નિયત કરાયેલા ધારા ધોરણ મુજબ ના પ્લાસ્ટિક બેગ ખાંડ પેક કરવા માટે વાપરે છે જેની 50 કિલો વજન ની ખાલી બેગ ની કિંમત 18 થી 19 રૂપિયા હોઈ છે જ્યારે શણ ની 50 કિલો વજન ની ખાલી બેગ 60 થી 65 રૂપિયા પ્રતિ નંગ જાણવા મળી રહી છે , જેથી એક બેગ દીઠ 40 થી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પ્રતિ 50 કિલો વધવાનો છે અને 100 કિલો એ આ ખર્ચ 80 થી 90 રૂપિયા જેટલો વધી જશે જેની સીધી અસર ખેડૂતો ને ચુકવવામાં આવતા શેરડી ના ભાવ પર થવાની છે જેથી ખેડૂત માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ખાંડની એમએસપી વધારી સરકાર દ્વારા મદદ કરવામાં આવે
રમેશ ખંભાતી, પલસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં