- મોરબી પંચાસરરોડ કપાતમા ૩૦૦ ગરીબ પરીવારોનો આશરો છીનવાશે
- ભારતપરામા ૪૫ વર્ષથી વસવાટ કરતા ગરીબ લાચાર પરીવારો નોંધારા બનશે
- પાલીકાતંત્રે નવી માપણી સર્વેમા લતાવાસીઓ પર હળાહળ અન્યાય કર્યાનો આક્ષેપ
મોરબી પંચાસર રોડ પર ભારતપરામા રહેતા હિંન્દુ મુસ્લીમના ૩૦૦ ગરીબ પરીવારો ધર વિહોણા બનશે ? નગરપાલીકા તંત્રએ રોડ કપાતની નોટીસ આપી જરુરીયાત કરતા વધારે કપાત માપણી કરતા લતાવાસીઓની આંખમાથી આશુ સરી પડયા હતા મોરબી નગરપાલીકા તંત્ર દ્રારા ગરીબ અને લાચાર પરીવારો પર હળાહળ અન્યાય જુની માપણીને નેવે મુકી નવી માપણીમા જમીન કપાત વધાર્યુ એક જ સાઈડમા કપાતનુ સર્વે કરી લાચાર પરીવારો પર અન્યાય કરાતો હોવાનો લતાવાસીઓએ આક્ષેપ કર્યો છે. સરકારશ્રી દ્રારા “હર ધર કો છત” આવાસ યોજનાનો ફિયાસકો બોલાવતી મોરબી નગરપાલીકા તંત્રનો કિસ્સો સામે આવ્યો છે રોડ કપાતમા જુની માપણીને નેવે મુકીને પાલીકાતંત્રએ નવી માપણીનુ સર્વે કરી એક જ સાઈડમા ૧૦૦ ફુટ કપાતનુ સર્વે કરી લતાવાસીઓ પર હળાહળ અન્યાય કરતા હોવાની બુમ ઉઠી છે ત્યારે આ ગરીબ પરીવારોને શિયાળાની ઠંડીમા રહેવા માટે અન્ય કોઈ સ્થળે જગ્યા ફાળવવામા આવી નથી કે વૈકલ્પીક વ્યવસ્થા પણ કરાઈ નથી જેથી લાચાર ગરીબ પરીવારો આ રોડના વિકાસના કામથી ઉપર આસમાન નીચે ધરતી જેવી ગંભીર હાલતનો સામનો કરવા જેવી પરિસ્થતિ ઉભી થઈ છે તેમજ નગરપાલીકા તંત્ર દ્રારા નોટીશમા સ્પષ્ટતા પણ કરી ન હતી કે રોડ કપાત કેટલા મીટરનુ છે જેથી આ કપાતના કારણે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરીવારોના ૩૦૦ થી વધારે મકાન કપાતમા નાશ થવાની શકયતાઓ હોવાથી આ ગરીબ પરીવારોને પાલીકાતંત્ર દ્રારા અન્ય સ્થળે ખસેડવા જમીન અથવા આવાસ ફાળવે અને જુના માપ મુજબ જમીન કપાત કરે તો બસો જેટલા ગરીબ પરીવારોનો આશરો બચી જાય તેવી ન્યાયના હિતમા માંગણી કરી હતી
રજાક બુખારી, મોરબી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં