- લખતર ગ્રામ પંચાયત પાસે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા લોલમલોલ
- બોલો..! તુટેલા રોડ ઉપર કપચી, કપચીનો પાવડર પાથરી રીપેર કર્યો
સુરેન્દ્ર નગરમાં લખતર ગ્રામ પંચાયત પાસે વણા બજરંગપુરા જવાના રોડ ઉપર વણાંકમાં જ્યારથી લખતર ગામમાં નવી પાણીની પાઇપલાઇનમાં પાણી શરૂ કરાયુ ત્યારથી પાણીની પાઇપલાઇન લીકેજ છે તેના કારણે ચાર રસ્તા પાસેનો રોડ ધીમેધીમે બેસતો જાય છે તેના કારણે જ્યારથી નવી લાઈનમાં પાણી શરૂ કરાયુ ત્યારથી અત્યાર સુધીમાં અનેક નાનામોટા વાહન ખુચાઈ જવાના બનાવ બનવા પામ્યા છે આ રોડ ઉપર સુરેન્દ્રનગર પીડબ્લ્યુડી દ્વારા અનેકવાર કપચી કપચીનો પાવડર નાખવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત પાસેની લાઈનનું લીકેજ બંધ કરવામાં નહિ આવતા આ રોડ અવારનવાર તૂટી જાય છે ત્રણ દિવસ પહેલા ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર આઈ.કે જાડેજા લખતર અંગત કામસર આવ્યા હતા ત્યારે તેઓ પણ રોડની હાલત જોઈ વ્યતીત થયા હતા રોષે ભરાઈ રોડ તાત્કાલિક રીપેર કરવા સૂચના આપી હતી ત્યારે આજે ફરીવાર લાઈનનું લીકેજ રીપેર કરાયા વગર ફરી સુરેન્દ્રનગર પીડબ્લ્યુડી દ્વારા રોડ રીપેર કરવાની કામગીરી કરાઈ છે આથી ગ્રામ પંચાયતની આજુબાજુના રોડ ઉંચો થઈ રહ્યો છે લાઈન લીકેજ રીપેર કરાઈ નહિ હોવાથી રોડ કેટલો સમય ચાલશે તેતો આવનારો સમયજ કહેશે
શૈલેષ વાણિયા, સુરેન્દ્રનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી