- સવા વર્ષથી ગુમ વિદ્યાર્થી કેયુર ભાલાળાનો કેસ ફરી કરાયો રી-ઓપન
- ગાંધીનગરના સચિવાલયે સીઆઈડીને તપાસ કરવા આપ્યા આદેશ
- વિદ્યાર્થી કેયુરે વિરારમાં આત્મહત્યા કર્યાની સામે આવી હતી વાત
સુરતના પુણાગામ વિસ્તારનો આઈટીનો વિદ્યાર્થી કેયુર ભાલાળા છેલ્લા સવા વર્ષથી ગુમ થયાના 17 દિવસ બાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સમાચાર મળ્યા કે કેયુર ભાલાળાએ વિરારના જંગલમાં આત્મહત્યા કરી લીધી છે એક હાડપિંજર અને કેયુર ની બેગ બતાવવામાં આવી હતી પરિવારજનોએ આ બોડી કેયુર ની ન હોવાની કહીને બોડી સ્વીકારી ન હતી ત્યારબાદ થોડાક સમય પહેલા કેયુરના ગામની એક મહિલા જોડે એ કિન્નર ની વાત થઈ હતી કે ગાવડકા ગામનો એક 22 વર્ષોનો પટેલનો દીકરો એની જોડે છેલ્લા ત્રણ મહિનાથી રહેતો હતો એવી વાતનો ખુલાસો થતા પરિવારજનોએ ગૃહમંત્રીમાં કેસ ફરીથી ઓપન કરી આની તપાસ થાય તે માટે અરજી કરી હતી અરજી બાદ ગાંધીનગરમાં સચિવાલયમાં દ્વારા સીઆઈડીને તપાસ કરવાના આદેશો મળ્યા છે અને પરિવારજનો પોતે પણ વિરારના જંગલમાં જ્યાં કેયુરે ગળે ફાંસો ખાધો હતો તે જગ્યાએ તપાસ કરતા એવું લાગ્યું કે આત્મહત્યા કરવા માટે કેયુર આવ્યો કેમ મોટો પ્રશ્ન પરિવારજનોને સતાવી રહ્યો હતો જ્યાં સામાન્ય માણસ પણ આ જંગલમાં જવા માટે ગભરાઈ જતો હોય છે એવા માં શા માટે કેયુર અહીં આત્મહત્યા કરવા માટે આવે એ એક પ્રશ્ન પરિવારજનોની થઈ રહ્યો છે ફર્સ્ટ ક્લાસમાં પાસ થનારો વિદ્યાર્થી પરિવાર જેને કેનેડા મોકલવા માટે તૈયારી બતાવી હોય તો આત્મહત્યાનું શું કારણ હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ કેસમાં બેદરકારી દાખવી હોય તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે હવે પરિવારજનો ગુજરાત પોલીસ પર અપેક્ષા રાખી રહ્યું છે અને ગુજરાતી CID ક્રાઈમ દ્વારા આ કેસના જડ સુધી પહોંચે અને કેયુરની તપાસ મેળવે એવી પરિવારજનોની આશા સેવાઈ રહી છે શું ગુજરાત પોલીસ આ પરિવારને ન્યાય અપાવશે એ તો આવનારા સમય જ બતાવશે
કાનાભાઈ મેર, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી