- બસમાં તોડફોડ મામલે ડ્રાઈવર- કંડક્ટરો સહિત ચારની ધરપકડ
- ડ્રાઇવરોની હડતાલ પગલે ગોડાદરામાં બસમાં તોડફોડ થઇ હતી
સમગ્ર દેશમાં જ્યારે ટ્રક ડ્રાઇવરોની હડતાલ ચાલી રહી હતી ત્યારે કેટલાક આ સામાજિક તત્વો એ આ હડતાલનું ફાયદો ઉઠાવી ઠેર ઠેર જગ્યાએ તોડફોડ કરી હતી અને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતનો જ એક બનાવો સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બન્યો હતો ગોડાદરા વિસ્તારમાં આવેલ ખોડીયાર ચાર રસ્તા પાસે બસમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. આ સંદર્ભે ઘોડાદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગોડાદરા પોલીસ દ્વારા બસના ડ્રાઇવર સાગર ગૌરવની ફરિયાદ લીધી હતી અને અજાણ્યા ઈસમો કે જેઓએ તોડફોડ કરી હતી તેમની શોધ કોળ હાથ ધરી હતી ત્યારે ઘોડાદ્રા પોલીસે આ ગંભીર બનાવને ધ્યાને લઈ નજીકમાં આવેલા 40 એક જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી સમીર સાવતારની વધુ પૂછપરછમાં સમીર આવતા રે જે વિગતો આપી હતી તે સાંભળતા ઘોડાદ્રા પોલીસે પણ માથે હાથ મૂકી દીધું હતું સમીર સાવકારના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના જે બની હતી તે એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ કાવતરામાં બસ ડ્રાઇવર સાગર ગોરવ પોતે સામેલ હતો અને આ હડતાલનો લાભ લઇ કામ પર ના જવું પડે તેને માટે તેને એક પૂર્વ આયોજિત કાવતરું રચી નાખ્યું હતું આ કાવતરામાં સાગરે જ કંડક્ટરો સાથે મળી આ બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ ઘોડાદ્રા પોલીસે બસ ડ્રાઇવર સાગર મુખ્ય આરોપી સમીર અને કંડક્ટરો સહિત ચારેક જેટલા વ્યક્તિની ધરપકડ કરી હતી અને પૂર્વઆયોજિત કાવતરું કર્યું હોવાથી હવે તે લોકો વિરોધ 120 બી ની કલમનો પણ આ ફરિયાદમાં ઉમેરો કરવામાં આવશે
સાબિર સૈય્યદ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી