- પાલનપુર શહેરમાં રહેણાંક મિલ્કતો માં પાર્કિંગની સુવિધાઓ વિના બની રહેલ શોપિંગ સેન્ટરો ફાટ્યો
- પાલિકા ના વિપક્ષ નેતા એ મોટા તોડ થયા હોવા ના લગાવ્યા આક્ષેપ
- રહેણાંક વિસ્તાર માં બની રહેલ શોપિંગ ના માલિકો નોટિસ આપી કરાશે ખરા
બનાસકાંઠા જિલ્લા ના મુખ્ય મથક પાલનપુર શહેરના અનેક વિસ્તારો માં જાણે રહેણાંક મિલ્કતો માં શોપિંગ સેન્ટરો બનાવવા માટે નો રાફડો ફાટ્યો હૉય તેવું લાગી રહ્યું છે કોઈ જ પ્રકાર ની સુવિધાઓ વિના શહેરના વિવિધ વિસ્તારોમાં માં હાલમાં શોપિંગ સેન્ટરો બની રહ્યા છે વર્ષોથી જૂની મિલ્કતો જે રહેણાંક માં છે તેવી મિલ્કતો માં શોપિંગ સેન્ટરો બનાવી બિલ્ડરો ધકી કમાણી કરી રહ્યા છે જોકે નગરપાલિકા માં રહેણાંક પ્રમાણેનો ટેક્ષ ભરવા માં આવી રહ્યો છે જેના પગલે નગરપાલિકા ને લાખો નો ચૂનો લગાવવા માં આવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે પાલિકા ના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર દ્વારા જણાવ્યૂ હતું કે શહેરમાં પાલિકાનાં નેતાઓ બે-ચાર ભેગા મળી અને બે માળ ત્રણમાં ચાર માળની બિલ્ડીંગો બનાવવામાં આવી રહી છે જોકે આ તમામ બિલ્ડીંગોમાં કોઈ જ પ્રકારની પાર્કિંગ સહિતની સુવિધાઓ હોતી નથી અને બિલ્ડરો દ્વારા તોડ પાણી કરી અને આ બિલ્ડીંગો બનાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા આ તમામ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે જોકે સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલનપુર શહેરમાં રહેણાંક મિલકતોમાં જે અત્યારે કોમર્શિયલ શોપિંગ સેન્ટર બની રહ્યા છે તે બાબતે અમને ધ્યાનમાં આવ્યું છે ત્યારે અમે મિલકતના માલિકોને નોટિસો આપવામાં આવી છે અને આગામી સમયમાં આ તમામ ગેરકાયદેસર રીતે બનતી મિલકતો સામે કડકાઇથી કાર્યવાહી કરીશું
દિનેશ ઠાકોર, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી