- પલસાણામાં પાર્ક કરેલી કારમાંથી લાખોનો દારૂ ઝડપાયો
- ચાલક ફરાર, ₹. 9.76 લાખથી વધુનો દારૂ જપ્ત કરાયો
સુરત જીલ્લામાં પલસાણામાં પાર્ક કરેલી કારમાંથી LCB ની ટીમે ₹. 9.76 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગમાં કરી રહી હતી ત્યારે વહેલી સવારે ASI ભાવેશભાઈ જેરામભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જયવંતસિંહને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની ઝાયલો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પલસાણા ગામની સીમમાં તળાવ ફળિયું, આઈટીઆઈ કોલેજની બાજુમાં ભરવાડ વસાહતની પાછળ આવેલ ચાલીના પાર્કિંગમાં મૂકી રાખેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે. આ બાતમી મળતા જ એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતાં એક મહિન્દ્રા કંપનીની ઝાયલો કાર પાર્ક કરેલી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં અંદરથી 1063 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 2 લાખ 76 હજાર 600 રૂપિયા મળી આવ્યો હતો. તેમજ ઝાયલો કારની કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ રૂપિયા નવ લાખ 76 હજાર છસ્સો નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
રમેશ ખંભાતી, પલસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી