- પાલીતાણામાં નવા આદિનાથ ફીડર પોઇન્ટનું લોકાર્પણ
- વીજ પુરવઠો માટે અલગ પોઇન્ટ અપાતા લોકોમાં ખુશી
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પીજીવીસીએલ દ્વારા તલાટી ખાતે નવા આદિનાથ ફીડર પોઇન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલીતાણા તળેટી ખાતે પીજીવીસીએલ દ્વારા નવા આદિનાથ ફીડર પોઇન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ જેમાં પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા. Apmc ચેરમેન નાગજીદાદા વાઘાણી,શહેર પ્રમુખ અશોકભાઈ નૈનાણી. નગરપાલિકાના ઉપ પ્રમુખ અમિતભાઇ પ્રબતાની, વિક્રમભાઈ આલગોતર પાલીતાણા શહેરમાંથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો જેની લાઈન અલગ કરી અલગ પોઇન્ટ આપવામાં આવ્યો છે જેમાં પાલીતાણા પીજીવીસીએલ ના કાર્યપાલક આર જી રાઠોડ નાયબ કાર્યપાલક એમ એમ બલદાણીયા એમ. એ. પટેલ ધર્મશાળા ના મેનેજર વિશાલભાઈ બારોટ સહિત ધર્મશાળા ઓના મેનેજરો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે પોઇન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઇને તળેટી વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે
ગૌતમ ગોસ્વામી પાલીતાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી