મહુવા તાલુકાના કરચેલીયા ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કરચેલીયા, મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો, સાધનસહાયનું વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે તાલુકા વહીવટીતંત્ર દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ૯મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો, સાધનસહાયનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના 46 ગામોનું ક્લસ્ટર બનાવી લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે. આ સેવા સેતુમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, સાત બાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના રેશનકાર્ડ સુધારા વધારા જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યો, અન્ય આગેવાનો અને લાભાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નિલય ભટ્ટ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી