- અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલો
- CID ક્રાઈમે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો
- મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવીએ કે, કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેચ્યો છે. મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે.
દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ. જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. કાવતરૂ ઘડવુ, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે.
અવકાશ બારોટ, ગાંધીનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં