- સુરતના મહુવા તાલુકાના તરસાડી ગામની ઘટના
- રેફ્રિજરેટર અને ડીપફ્રીઝ બનાવતી કંપનીમાં લાગી આગ
- કંપનીમાં કામ કરતા 2 કર્મચારી દાઝી ગયા
સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામમાં આવેલી રેફ્રિજરેટર અને ડીપફ્રીઝ બનાવતી કંપની વિલાઈન મીડિયામાં ગતરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં લાગેલી આગમાં બે વ્યક્તિ દાજી ગઈ હતી.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામમાં આવેલી રેફ્રિજરેટર અને ડીપફ્રીઝ બનાવતી કંપની વિલાઈન મીડિયામાં ગતરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી આગ વિકરાળ બનતા બારડોલી , પલસાણા ,માંડવી,વ્યારા તેમજ નવસારીની ફાયર ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.. આગના ધુમાડા ના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. રેફ્રિજરેટરની કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીની આસપાસ આવેલ 6 જેટલા વિસ્તારો ખાલી કરાવાયા હતા. બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમાર પહોંચ્યા સ્થળ પર પહોંચ્યા હતા… આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુ ગામના લોકો પણ આગજોઈ ભયભીત થઈ ગયા હતા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. કંપનીમાં કામ કરતા 2 કર્મચારી દાજયા હોવાનું જાણવા મળી રહ્યું છે
નિલય ભટ્ટ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં