- વરણામાં પાસે નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો અકસ્માત
- કન્ટેનરે ટેમ્પો અને એસ.ટી.બસને અડફટે લેતા ૧૦ ઘાયલ
વડોદરાના વરણામાં પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ બનેલા કન્ટેનરે આઇસર ટેમ્પો અને એસ.ટી.બસને અડફટે લેતા ડ્રાઇવર કંડકટર સહિત અંદાજિત 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
વડોદરાના વરણામાં પાસે નેશનલ હાઇવે નંબર 48 પર સરકારી એસ.ટી.બસનો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 પર પોર, વરસાડા ગામના પાટિયા પાસે એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો. વડોદરા થી સુરત તરફ જતા કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતોવડોદરા થી સુરત તરફ જતું કન્ટેનરે ડિવાઈડર કુદી સામેની સાઇડ સુરત થી વડોદરા તરફના ટ્રેક પર આવી એસ.ટી.બસને અડફેટે લીધી હતી સુરત થી વડોદરા તરફના ટ્રેક પર કન્ટેનરે આઇસર ટેમ્પો અને સરકારી એસ.ટી.બસને અડફટે લીધી હતી અકસ્માતમાં એસ.ટી.બસના ડ્રાઇવર કંડકટર સહિત અંદાજિત 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે વરણામાં પોલોસને જાણ થતાને સાથે પોલીસ સહિત, ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા, અકસ્માતમાં ઘવાયેલા મુસાફરો ને વડોદરા SSG હોસ્પિટલ તાત્કાલિક વિભાગમાં લઈ જવાયા હતા. સરકારી એસ.ટી. બસ ડ્રાઇવર ધર્મેશભાઈ , કંડકટર દક્ષાબેન પરમાર સહિત મુસાફરો ઇજાગ્રસ્તો વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
વિજય ચૌહાણ, વડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં