શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથેજ પોકનગરી ગણાતી સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પોકના પાકનો ઉતાર કરી ખેડૂતોએ પોક નું બજારોમાં વેચાણ શરુ કરી દીધું છે.જોકે ચાલુ વર્ષ માં સતત વરસાદ અને માવઠું રહેતા 40 ટકા ઉતાર ઓછો જોવા મળી રહ્યો છે.પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો વાની જુવાર પોકની ખેતી તરફ વળતા હવે સુરત બાદ બારડોલી પોકનગરી બની છે.
સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતા તેની સાથેજ તીખી સેવ અને જુવારનો પોક ખાવા પોક રસિયાઓને સળવળાટ થવા માંડે એ સ્વાભાવિક છે . ત્યારે ખાસ કરીને સુરત જીલ્લામાં પોક ની ખેતી કરતા બારડોલી પંથકમાં પોક પકવતા ખેડૂતોએ પોક નો ઉતાર કરવાનું શરુ કરીને તેનું વેચાણ શરુ કરી દીધું છે . ઓછા સમયમાં રોકડી કમાણી કરી આપતો આ વાની જુવારનો પોક નો પાક લેવાનું પસંદ કર્યું છે. પણ ગત વર્ષ ની સરખામણીએ વાત કરી તો પોક નો પ્રથમ ઉતાર 40 ટકા ઘટાડો જોવા મળ્યો છે. છતાં પણ ભાવ વધારા સાથે બારડોલી પંથકમાં પોક નું વેચાણ શરુ થયું છે
સામાન્ય રીતે પોક ના ઉતારના થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદે પોક ની મઝા બગાડી હતી . ખેડૂતોનું માનીએ તો તેઓએ 150 વીઘામાં પોકની ખેતી કરી હતી. જોકે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં છેલ્લે સુધી સતત વરસાદ રહેતા અને માવઠું પણ થતા માંડ 70 વિઘામાજ વાંની જુવાર નો પોકનો પાકના ઉતાર થયો છે. જોકે બીજી બાજુ પોક રસિયાઓની વાત કરીએ તો ભાવ ગમે એ હોય પણ અહીંના લોકો પોક ખાવાનું ચુકતા નથી
હાલ બારડોલીમાં પોકની ભત્થીઓ ધમ ધમવા લાગી છે, ત્યારે ઉત્પાદન ઓછું રેહતા પોક ના ભાવો તરફ વાત કરી તો ભાવ માં પણ વધારો જોવા મળતો હોઈ તેમ પ્રતિ કિલો 500 રૂપિયા સુધી ભાવ ગયા છે. જે ગત વર્ષ કરતા 50 રૂ. વધુ છે. સિઝનની શરૂઆતમાં 400 થી 450 રૂ. ભાવ રહ્યો હતો. બાદમાં માવઠાએ માઝા બગાડી હતી. જેથી થોડે અંશે તેની સીધી અસર વેચાણ પર પણ જોવા મળી રહી છે.જયારે ભાવો ઊંચા રેહતા ખેડૂતો ખુશમાં છે પરંતુ બારડોલી પંથક કેહવાતો એન.આર.આઈ પંથક છે. નવેમ્બર ડિસેમ્બર માસથી આ વર્ષે એન.આર.આઈ ઓ પણ ઘણા આવ્યા છે. જેથી પોક વેચાણ કરતા ખેડૂતો સારી આવક મળવાની આશા સેવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.