સુરતીઓ દ્વારા દરેક તહેવારો ધામધુમથી ઉજ્જવામાં આવે છે ત્યારે હવે ૨૦૨૩ નું વર્ષ હવે પૂરું થવા જઈ રહ્યું છે અને નવા વર્ષની સાથે તેહવારોનું પણ આગમન થશે અને તેમાં ૧૪ જાન્યુઆરી ના રોજ ઉતરાયણના તેહ્વારની ઊજવણી કરવામાં કરવામાં આવતી હોય છે ત્યારે ઉતરાયણમાં ચાઈનિસ માંજા થી લોકો અને પક્ષીઓ ના ગળાકપાવવાની ઘટના બનતી હોય છે ત્યારે ઉતરાયણ આગાઉ સુરત પોલીસે ડબગરવાડ વિસ્તરમાં ચાઈનિસ માંજા ને લઈને ચેકિંગ હાથ ધાર્યું હતું
સુરત શહેરમાં ઉતરાણ પર્વ અગાઉ સુરત પોલીસ એક્શનમાં આવી છે, ભાગળ સ્થિત ડબગરવાડ ખાતે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, પ્રતિબંધિત ચાઈનીઝ માંજાના વેચાણ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. ઓનલાઈન વેચાણ કરતાં પ્લેટફોર્મ પર પણ પોલીસે વોચ રાખી છે, રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ કસ્ટમ અને એક્સાઈઝ ની પણ મદદ લેશે સિન્થેટીક માંજા માખણની જેમ લોકોના ગળા કાપી નાંખે છે વીજ વાયરને અડકી જાય તે સંજોગોમાં ચગાવનારને પણ કરંટ લાગવાના કિસ્સાઓ બન્યા છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.