સંવાદાતા : મનોજ દરજી, કરજણ, વડોદરા
વડોદરાના કરજણ તાલુકો એટલે કાનમ કાનમમાં મુખ્ય પાક એટલે કપાસ ખેડૂતો કપાસ ની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે કપાસ ત્યાર કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે ચાલુ વર્ષે વરસાદ બાદ માવઠા એ ખેડૂતો ને રાતા પાણી એ રડાવ્યા હોય એમ દેખાઈ રહ્યું છે વરસાદ માં માંડ માંડ ખેડૂતો ઉભા થઇ કપાસ ત્યાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠા ને લઈ કપાસ ની ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતો ને થવા પામી છે
કપાસ ની શરૂવાત થતા ભાવ 7000 થી 7200 પ્રતિ કિવીંટલ હતો માવઠા બાદ કપાસ પડી જતા કાળો પડી જતા જીનો દ્વારા કપાસ ખરીદી ન કરતા ખેડૂત ને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે કપાસ કાળો પડી જતા ભાવ પણ તળિયે પહોચી ગયા છે વેપારીઓ અને જીનો દ્વારા 5000 થી 5500 માં પ્રતિ કિવીંટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચીંચિત બન્યા છે
એક તરફ કુદરત બીજી તરફ વેપારીઓ અને જિનરશો ખેડૂત ક્યાં જાય કહેવાતા જગતના તાત ને એક તરફ ખાઈ બીજી તરફ કૂવો જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે સરકાર દ્વારા કરજણ પંથકમાં સી.સી. આઇ દ્વારા કપાસ ની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતો ને થોડા અંશે રાહત થાય એમ છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.