- સમગ્ર સોરઠમાં છેલ્લાં બે દિવસથી ઠંડીનો ચમકારો
- જુનાગઢમાં 9.8, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોધાયું
સમગ્ર સોરઠમાં છેલ્લાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ગિરનાર પર હિમાલય જેવી ઠંડી જોવા મળી રહી છે ત્યારે ઠંડીનું તાપમાન 9.8 જુનાગઢમાં તથા કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોધાયું છે સમગ્ર સોરઠમાં છેલ્લાં બે દિવસથી વહેલી સવારથી લયને સવારના દશ વાગ્યાના સુમાર સુધી ઠંડી નો અહેસાસ લોકો ને થઈ રહીયો છે પવન સાથે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે શિયાળાની શરૃઆત ડીસેમ્બરથી થઈ ચુકી છે પરંતુ ઠંડીનો અનુભવ અત્યાર સુધી જોઈએ તેવો જોવા મળ્યો ન હતો પરંતુ છેલ્લાં બે દિવસથી લોકો ગરમ કપડા પહેરીને બહાર નીકળતાં જોવા મળે છે તો બીજી તરફ રાત્રીના સમયે ઘર પાસે અને શહેરમાં તાપણાઓ કરી લોકો ઠંડીમાં રાહત મેળવવા માટે અનુભવ કરતાં જોવા મળ્યા છે તો બીજી તરફ આ ઠંડીથી શિયાળુ મોલાતને ફાયદો થતો હોવાનું પણ જાણવા મળ્યું છે
પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં