- બન્ને યુવકો કોમામાં સરી પડ્યા, ત્રણ મહિને નોંધાઈ ફરિયાદ
અરવલ્લી, તા.૧
અરવલ્લીમાં મોડાસા તાલુકાના એક કિસ્સામાં પ્રેમ કરવા બદલે યુવક અને તેના પિતરાઈ ભાઈને તાલિબાની સજા આપવાના મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બંને યુવકોને ગત દશેરાના તહેવાર દરમિયાન માર મારવામાં આવ્યો હતો. જેમાં બંને યુવકોને માર માર્યા બાદ બેહોશ હાલતમાં જ બેડજ પાટિયા પાસે ફેંકી દેવાયા હતા. જે બંને બાદમાં કોમામાં સરી પડ્યા હતા. મોડાસા તાલુકામાં બે યુવકોને તાલિબાની સજા પ્રેમ પ્રકરણને લઈ કરવામાં આવી હતી. બંને યુવકોને ગત દશેરાના તહેવાર દરમિયાન માર માર્યાની ઘટના બની હતી. જેમાં બંને જણાં તહેવારને લઈ મેઘરજ તાલુકાના ઘેલી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જેમાં એક યુવક પ્રેમી હતો, અને બીજો તેનો એટલે કે પ્રેમીનો પિતરાઈ ભાઈ હતો. યુવતી પાસે તેના પરિવારજનોએ ફોનથી મેસેજ કરાવ્યો હતો. જેને લઈ તે બંને બોલાવેલ સ્થળે પહોંચ્યા હતા. બંને યુવકો ત્યાં પહોંચતા જ બંનેને ઢોર માર માર્યો હતો. પ્રેમની તાલિબાની સજા કરવામાં આવી હોય એ હદે ઢોર માર બાંધી દઈને માર્યો હતો. જેને લઈ બંને યુવકો બેહોશ થઈને ઢળી પડ્યા હતા. ત્યાર બાદ બંને યુવકોને બેહોશ હાલતમાં જ બેડજ પાટિયા પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યાંથી 108 મારફતે હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ બંનેની સ્થિતિ ગંભીર જણાતા બંનેને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને કોમામાં સરી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે ત્રણેક મહિને એક યુવક કોમાંમાથી બહાર આવતા તેણે આખીય ઘટનાને પોલીસ સમક્ષ રજૂ કરીને ફરિયાદ નોંધાવી છે. ઈસરી પોલીસે હવે ઘટના અંગે તપાસ શરુ કરી છે.
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં