- ૩૮મી ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ
- કડકટતી ઠંડીમાં સ્પધૉકોને અપાયું ફ્લેગ ઓફ
- જુનિયર અને સિનિયર મળી ૧૧૭૨ સ્પધૉઓએ ભાગ લીધો
જુનાગઢમાં હિમાલય જેવી કડકટતી ઠંડીમાં ગિરનારમાં વહેલી સવારથી જ સ્પધૉકો ગિરનાર સર કરવા માટે આવી પહોંચ્યા હતા અને ફ્લેગ અપાતાં જ પગથીયા પર દોટ લગાવી હતી..જુનિયર અને સિનિયર એમ ચાર કેટેગરીમાં કુલ અગીયાર સો બોતર સ્પધૉઓએ ભાગ લીધો હતો. આજે બપોરના વિજેતાઓને મહાનુભાવો ની ઉપસ્થિતમાં ઈનામો આપી નવાજવામાં આવશે. ૩૮મી ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ અને આ સ્પધૉમાં કરાવ્યો હતો રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર કડકડતી ઠંડીમાં દોટ મૂકી લગાવી હતી આ તકે કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પૂર્વ મેયર જ્યોતિબેન ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવામાં જોડાયા હતાં અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ , જુનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં