- અમરેલીના તરકતળાવ ગામે માનવ ભક્ષી દીપડો પુરાયો પાંજરે
- 6 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારનાર દીપડો પાંજરે પુરાયો
અમરેલીના તરકતળાવ ગામે માનવ ભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે, 6 વર્ષના બાળકનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, ખેતીકામ કરતા પરપ્રાંતિય મજૂરના બાળકને દીપડાએ હુમલો કરી મોત નિપજાવ્યું હતું. વાડી ખેતરમાં પાણી ભરવા જતા બાળક પર દીપડાએ હુમલો કરી મોત નીપજાવ્યુ હતું.દીપડાની દહેશતથી તરકતળાવ ગામે ભયનું વાતાવરણ હતું માનવભક્ષી દીપડાને પકડવા વનવિભાગ 1 અઠવાડિયાથી કવાયત કરતું હતું માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરત ગોંડલિયા, અમરેલી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં