- રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ મુકતો દેખાયો એક શખ્સ
- ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર CCTVના આધારે ઝડપાયો
- ચોરેલો પાઈપ વેપારીએ ન ખરીદતા મૂક્યો હતો ટ્રેક પર
સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હતો. જેમાં રેલવે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાંસાનગર રોડ પરથી ફૂટપાટીયાની ધરપકડ કરી હતી. સીસીટીવી ફુટેજના આધારે રેલવે પોલીસે રામજી દેવશીભાઈ કોરડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે. સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટર મેનની નજર પડી હતી. મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનની સતર્કતાના પગલે દુર્ઘટના બનતા ટળી હતી. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી. જે દરમ્યાન બની હતી ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું. રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. વધુ તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી