- અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ
- કાઇટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના ૯૭ પતંગબાજો જોડાયા
સુરતમાં અડાજણ ખાતે આવેલ રિવરફ્રન્ટ ની બાજુના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ-વિદેશના ૯૭ પતંગ બાજો એ ભાગ લીધો હતો સુરત શહેરના આંગણે તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.
આ મહોત્સવનું ઉદ્દધાટન મેયરશ્રી દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિ. અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ૩૭, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના ૧૪ તથા ગુજરાતના સુરતના ૩૯, નવસારીના એક અને વડોદરાના પ અને ભરૂચના એક મળી કુલ ૯૭ પતંગબાજોએ ભાગ લીધો છે પતંગબાજોના અવનવા કરતબો માણવાના અવસર સુરતીઓને મળ્યો છે.
યાસીન દારા , સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી