કિયારા અડવાણી આજે બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે છે. આ દિવસોમાં અભિનેત્રીની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘વોર 2’ છે, જેમાં તે રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. કિયારાના ફેન્સ તેને સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
વર્ષ 2019માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘વોર’ બોલિવૂડની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ એક્શન ફિલ્મ હતી.કિયારા અડવાણીએ ફિલ્મ ‘વોર’ના ઈન્ટ્રોડક્શન સીનનું શૂટિંગ પૂરું કરી લીધું છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મની શરૂઆતમાં હૃતિક રોશમ આઇકોનિક શાઓલીન મંદિરમાં જાપાનીઝ વિરોધીઓ સામે લડી રહ્યો છે અને કિયારા શોપિંગ મોલમાં સેટ કરવામાં આવેલા હાઇ-ઓક્ટેન ફાઇટ સીનમાં પાવરફુલ એક્શન કરતી જોવા મળશે
ફિલ્મની નજીકના એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું હતું કે અયાન મુખર્જી અને નિર્માતા આદિત્ય ચોપરાએ YRF સ્પાઇ યુનિવર્સમાં અલગ રહેવા માટે WAR 2 ની સ્ક્રિપ્ટ ખૂબ જ અલગ રાખી છે.WAR 2 તેની પ્રિક્વલ ફિલ્મ કરતાં વધુ સારું એક્શન ઓફર કરશે . અયાન મુખર્જી અને આદિત્ય ચોપરાએ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઘણું કામ કર્યું છે.
આ પણ વાંચો: કિયારા અડવાણીએ સલમાન ખાનની સલાહ પર બદલ્યું હતું નામ અને આજે છે આટલા કરોડોની માલિક, કિયારાના પરિવાર અને તેના કામ વિશે જાણીએ.
આવતા વર્ષે આવશે WAR 2 આ ફિલ્મ
‘WAR 2 ‘ યશ રાજ ફિલ્મ્સની SPY UNIVERSE ની છઠ્ઠી ફિલ્મ છે. યશ રાજ ફિલ્મ્સે અગાઉ એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર, પઠાણ, ટાઈગર 3 જેવી ફિલ્મો બનાવી હતી. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ WAR 2 આવતા વર્ષે 14 ઓગસ્ટે રિલીઝ થશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી