સુરત, – Skyera એ Aviation, Hospitality, Tours & Travels ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને 12 પાસ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત Airlines (Cabin Crew/Airports), Hotels તથા Tours & Travels ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Skyera Institute of Airhostess Training દ્વારા વિદ્યાર્થીઓ માટે THE LONG D HOTELS AND BANQUET ખાતે એક શૈક્ષણિક Industrial Visitનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને હોટેલ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીનો પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ અનુભવ અપાવવાનો હતો, જેથી એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ઇન્ડસ્ટ્રી Exposure મળી શકે.
સંસ્થાના મેનેજમેન્ટે આ શૈક્ષણિક અને માહિતીસભર મુલાકાતને સફળ બનાવવા બદલ હોટેલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી Industry Exposure Activities વિદ્યાર્થીઓને Practical Learning આપવા અને Aviation, Hospitality તથા Customer Service ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.
ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને Cabin Crew, Ground Staff તથા Aviation Sectorમાં કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં Hospitality અને Aviation ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.

