- ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સહિત ગેમ ઝોન, સ્પોર્ટ્સ અરીના, સિનેમા અને ફૂડ હબ એક જ સ્થળે ઉપલબ્ધ થશે
સુરતઃ ડુમસ રોડ સ્થિત સીટી પ્લસ મલ્ટિપ્લેક્સ હવે નવા અવતારમાં ‘બૂજી વર્લ્ડ’ તરીકે શહેરવાસીઓ સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓને મનોરંજન પૂરું પાડતું સીટી પ્લસ હવે આધુનિક ટેક્નોલોજી અને નવી પેઢીની એન્ટરટેઇનમેન્ટ સુવિધાઓ સાથે સંપૂર્ણ રી-લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીટી પ્લસના સંચાલક આશિષ જૈન,આકાશ ગર્ગ અને મૌલિન ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સીટી પ્લસ વર્ષ 2003-04 થી સુરતમાં કાર્યરત છે અને હવે તેને સંપૂર્ણ નવા રૂપમાં “બૂજી વર્લ્ડ” તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ગુજરાતની સૌથી મોટી ગણાતી 12 લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 2 પ્રાઇવેટ વીઆઈપી બોલિંગ એલીનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, હવે લોકોને ફિલ્મ, ગેમિંગ અને અન્ય મનોરંજન માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર નહીં રહે. એક જ સ્થળે સિનેમા, ગેમ ઝોન, બોલિંગ, લેઝર ટેગ અને અન્ય આઉટડોર સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સીટી પ્લસમાં કુલ ત્રણ વિશાળ સ્ક્રીન છે, જેમાં આશરે 1800 બેઠકોની ક્ષમતા છે. ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બાળકો માટે 2500 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો સોફ્ટ પ્લે એરિયા, ક્લાઇમ્બિંગ વોલ, ક્રિકેટ ઝોન તથા સ્પોર્ટ્સ અરીનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ અને શેડેડ ક્રિકેટ નેટ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી દરેક વયજૂથ માટે મનોરંજનની અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે.
માત્ર મનોરંજન જ નહીં પરંતુ બર્થડે પાર્ટી, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ સુરતની જાણીતી “ઇન્ડિયન તપસ બાર”ની બીજી શાખા પણ અહીં શરૂ થવા જઈ રહી છે.
- બૂજી વર્લ્ડના નિમિત્તે કાર્નિવલનું આયોજન
‘બૂજી વર્લ્ડ’ના લોન્ચ નિમિત્તે 23 મેથી 31 મે સુધી કાર્નિવલ સેલિબ્રેશન યોજાશે. 23 મેના રોજ લોન્ચ ડે સાથે ડીજે નાઇટ વિથ પર્ક્યુશનિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 24 મેના રોજ ભજન જેમિંગ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન મેસ્કોટ્સ, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મફત મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને “ઓલ એન્ટરટેઇનમેન્ટ એટ વન એડ્રેસ” થીમ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.
