બે દિવસીય કોન્ક્લેવમાં ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ, કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલ જેવી હસ્તીઓએ સફળ બિઝનેસમેન બનવાની ટિપ્સ આપી
કોન્ક્લેવમાં ચાર દેશ, 100 થી વધુ શહેરોમાંથી 250 થી વધુ એઝસીબીટર્સ, 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો
સુરત: BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું 18 અને 19મી જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું. શનિવારથી શરૂ થયેલી આ ઇવેન્ટનું રવિવારે સમાપન થયું. બે દિવસીય ઇવેન્ટમાં 50 કરોડ થી વધુની સફળ ડિલ્સ થઈ. સરસાણા સ્થિત કન્વેશન સેન્ટર ખાતે આયોજિત ઇવેન્ટમાં પ્રથમ દિવસે કી નોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે બીજા દિવસે કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તેઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે કેવી રીતે સફળ બિઝનેસમેન બની શકાય છે તે અંગે ટિપ્સ આપી. BNI સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હતી. બિઝનેસ કોન્ક્લેવની આ વખતની થીમ કનેક્ટ, કોલાબ્રેટ અને કો ક્રીએટ રાખવામાં આવી હતી. બે દિવસની આ બિઝનેસ કોન્ક્લેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું. સાથે જ સેક્ટર વાઇસ બિઝનેસ મીટ, ક્લાસિસ નું પણ આયોજન કરવામાં આવ્યું.. જેમાં જે તે સેક્ટરના નામાંકીત ઉદ્યોગપતિઓ કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કોન્ક્લેવમાં ચાર દેશ, 100 શહેરોમાંથી 250 એઝસીબીટર્સ અને 10000 થી વધુ લોકોએ ભાગ લીધો.
બિઝનેસ કોન્ક્લેવના આયોજન અંગે માહિતી આપતા ગૌરવ સિંઘવી અને ડો.નિધિ સિંઘવી, BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ જણાવ્યું કે બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગ, વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ થકી બિઝનેસના વિસ્તરણ તકો માટે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો હતો. આ વખતનું એડીશન એ નવમું એડીશન હતું અને અત્યાર સુધીનું સૌથી મોટુ આયોજન હતું. જેમાં 100થી વધુ શહેરો અને વિવિધ બિઝનેસ કેટેગરીના 250થી વધુ બિઝનેસ એક્સીબીશનની સહભાગિતા જોવા મળી.આ ઇવેન્ટમાં મેગા ટેકસટાઇલ, મેગા જ્વેલરી, મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડેક્ટ લોન્ચનું આયોજન કરવામાં આવ્યું. અલગ – અલગ બિઝનેસ માટે અલગ અલગ મીટ અને પેનલ ચર્ચાઓ યોજાઈ. આ બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સુરત શહેરની અર્થવ્યવસ્થા અને બિઝનેસ લેન્ડસ્કેપ ને વેગ આપવાનો હતો. ત્યારે બે દિવસીય આયોજનના અંતે 50 કરોડ થી વધુની સફળ ડીલ્સ થઈ.