Paytm Fastag : NHAI ના આ નિર્ણયની 2.4 કરોડ લોકો પર અસર, જાણો તમારા Paytm ફાસ્ટેગને કેવી રીતે નિષ્ક્રિય કરવું.
ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ, NHAI નું ટોલ કલેક્શન યુનિટ. (IHMCL) એ ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરી છે. અને તેમાં 32 અધિકૃત બેંકો પાસેથી ‘ફાસ્ટેગ’ સેવાઓ મેળવવાની સલાહ પણ આપવામાં આવી છે. અને જેમાં મુખ્યત્વે Paytm પેમેન્ટ્સ બેંકનું નામ આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ, એટલે NHAI નું ટોલ કલેક્શન યુનિટ. (IHMCL) એ ફાસ્ટેગ યુઝર્સ માટે એક મહ્તાવનું એડવાઈઝરી જાહેકરી છે. અને જેમાં 32 અધિકૃત બેંકો પાસેથી ‘ફાસ્ટેગ’ સેવાઓ મેળવવાની સલાહ પણ આપવામાં આવી છે. જ્યાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ આ યાદીમાંથી બાકાત કરવામાં આવ્ય છે.
જો તમારું ફાસ્ટેગ Paytm પેમેન્ટ્સ બેંક સાથે લિંક છે, તો તમને 29 ફેબ્રુઆરી પછી ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેનું સીધું કારણ એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ Paytm પેમેન્ટ્સ બેંકને ફાસ્ટેગ જારી કરતી અધિકૃત બેંકોની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવી છે. અને આની કડકાઈ પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરતા 2.40 કરોડ યુઝર્સને સીધી અસર થશે.
મહત્વનું છે કે ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ, NHAI નું ટોલ કલેક્શન યુનિટ. (IHMCL) એ ફાસ્ટેગ યુઝર્સ માટે એક મહત્વની એડવાઈઝરી જારી કરી છે. જેમાં 32 અધિકૃત બેંકો પાસેથી ‘ફાસ્ટેગ’ સેવાઓ મેળવવાની સલાહ આપવામાં આવી છે. Paytm પેમેન્ટ્સ બેંકનું નામ આ યાદીમાં નથી. નિષ્ણાતોનું કહેવું છે કે જેમની પાસે Paytm ફાસ્ટેગ છે તેમણે તેને સરેન્ડર કરવું પડશે અને અધિકૃત બેંક પાસેથી નવું ફાસ્ટેગ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહિ.
સોશિયલ મીડિયા પર 32 અધિકૃત બેંકોની યાદી શેર કરતા, IHMCLએ કહ્યું કે તે વપરાશકર્તાઓને RBIની સૂચનાઓ અનુસાર નવીનતમ ‘Fastag’ KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. અને જ્યાં IHMCLએ 19 જાન્યુઆરીએ લખેલા પત્રમાં Paytm પેમેન્ટ્સ બેંકને નવો ફાસ્ટેગ જારી કરવાથી રોકી દીધી હતી.
Paytm ફાસ્ટેગને કેવી રીતે નિષ્ક્રિય કરવું
- ફાસ્ટેગ પેટીએમ પોર્ટલ પર લોગિન કરો. અને યુઝર આઈડી, વોલેટ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
- હવે ફાસ્ટેગ નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
- પૃષ્ઠ નીચે સ્ક્રોલ કરો અને હેલ્પ એન્ડ સપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો. પછી ‘નોન-ઓર્ડર સંબંધિત ક્વેરીઝ સાથે મદદની જરૂર છે’ પર ટેપ કરો.
- ફાસ્ટેગ પ્રોફાઇલ અપડેટ સંબંધિત પ્રશ્નો પસંદ કરો.
- અહીં ‘I want to close my Fastag’ વિકલ્પ પસંદ કરો અને આગળની સૂચનાઓને અનુસરો.
તમે આ રીતે પોર્ટ પૂર્ણ કરી શકો છો
- Paytm થી ફાસ્ટેગ પોર્ટ કરવા માટે, તમે જે બેંકમાં ફાસ્ટેગ ટ્રાન્સફર કરવા માંગો છો તેના ગ્રાહક સંભાળને કૉલ કરો.
- તેમને તમારા વાહનની નોંધણી અને અન્ય માહિતી પ્રદાન કરો. આ પછી ફાસ્ટેગ પોર્ટ થઈ જશે.
આ પણ વાંચો:હેકર્સના નિશાના પર છે iPhones, ફોનમાં ઘૂસ્યો ટ્રોજન(Trojan), તેને ગમે ત્યારે થઈ શકે છે હેક
NHAIએ આ બેંકોને ફાસ્ટેગ માટે અધિકૃત ગણાવી છે
એરટેલ પેમેન્ટ્સ બેંક, અલ્હાબાદ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, HDFC બેંક, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, IDBI બેંક, IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, દક્ષિણ ભારતીય બેંક , PNB, SBI, યુનિયન બેંક અને યસ બેંક વગેરે.
પેટીએમનું મુખ્ય ખાતું હવે એક્સિસ બેંકમાં છે
Paytm એ તેનું નોડલ (મુખ્ય) એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કર્યું છે. પેટીએમનું નોડલ એકાઉન્ટ એક માસ્ટર એકાઉન્ટ જેવું છે અને જેમાં તેના ગ્રાહકો, વેપારીઓના વ્યવહારો સેટલ થાય છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી