સાયબર સિક્યોરિટી ફર્મ ગ્રુપ-આઈબીએ કહ્યું છે કે આ ટ્રોજન(Trojan) નું નામ GoldDigger છે જે બેંકિંગ ટ્રોજન(Trojan) છે. એશિયા-પેસિફિક (APAC) વપરાશકર્તાઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અગાઉ આ ટ્રોજન(Trojan) એન્ડ્રોઇડ ડિવાઇસમાં જોવા મળ્યું હતું.
સામાન્ય રીતે આઇફોનમાં માલવેર, ટ્રોજન(Trojan) કે વાઇરસના કોઇ રિપોર્ટ નથી આવતી , પરંતુ આ વખતે આઇફોનમાં ટ્રોજન હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જો તમે પણ iPhoneનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર, iPhoneને ટ્રોજન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
ફેસ આઈડી ડેટા ચોરી કરવામાં છે નિષ્ણાત
રિપોર્ટ અનુસાર, ટ્રોજન iPhone યુઝર્સના ફેશિયલ રેકગ્નિશન ડેટાની ચોરી કરી રહ્યું છે. આ સિવાય તે ફોનમાં હાજર અન્ય મહત્વપૂર્ણ અને અંગત માહિતી પણ ચોરીને હેકર્સને આપી રહ્યું છે, જોકે એપલને હજુ સુધી આ બગ વિશે માહિતી મળી નથી.
પહેલીવાર જોવા મળ્યું હતું એન્ડ્રોઈડ ડિવાઈસમાં આ ટ્રોજન
ગ્રુપ-આઈબી અનુસાર, આ iOS ટ્રોજન પહેલીવાર ઓક્ટોબર 2023માં એન્ડ્રોઈડ ડિવાઈસમાં દેખાયો હતો. આ ટ્રોજન બેંકિંગ એપ્સ, ઈ-વોલેટ્સ અને ક્રિપ્ટો વોલેટ્સને ટાર્ગેટ કરે છે. તે સૌપ્રથમ વિયેતનામમાં iOS ઉપકરણોમાં જોવામાં આવ્યું હતું અને તે પછી ભારત સહિત ઘણા એશિયન દેશોના વપરાશકર્તાઓના ફોનમાં તેની ઓળખ થઈ છે.
આ પણ વાંચો :સંદેશખાલી હિંસા: શું કલમ 338 હેઠળ મમતા બેનર્જીને પદભ્રષ્ટ કરી શકાય?
ટ્રોજન(Trojan) બીટા એપ દ્વારા iPhone સુધી પહોંચ્યું
આ ટ્રોજન iPhoneમાં GoldPickaxe.iOS નામની ફાઇલ સાથે હાજર છે. તે ફોનમાં પડેલા દસ્તાવેજોને પણ સ્કેન કરી શકે છે. આ ટ્રોજનની મદદથી ફેસ આઈડી ડેટા લઈને AIની મદદથી ડીપફેક વીડિયો કે ફોટા બનાવી શકાય છે અને તેના આધારે કોઈને બ્લેકમેઈલ કરી શકાય છે અથવા બદનામ કરી શકાય છે. આ ટ્રોજન ટેસ્ટફ્લાઇટ એપ દ્વારા iPhone સુધી પહોંચ્યું છે જે iPhoneની બીટા એપના પરીક્ષણ માટે છે. હવે તેને મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ (MDM) દ્વારા ફોન પર ડિલિવરી કરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી