- પશુ દવાખાનામાં મસમોટી તિરાડો પડવાથી દુર્ઘટનાનો ખતરો
- જર્જરિત પશુ દવાખાનું નવું બનાવવા શુપાલકની મંત્રીને રજૂઆ
ભાવનગર જીલ્લામાં આવેલા ગારીયાધાર તાલુકા વિસ્તારમાં પાલીતાણા રોડ પર પશુ દવાખાનું આવેલું હોય જે પશુ દવાખાનુ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોય જેને લઈને ગમે ત્યારે આ દવાખાનું ધરાશાય થવાથી કપરી સ્થિતિ ઊભી થઈ શકે . . જેમાં પશુ દવાખાના ની કેટલીક દીવાલો ઉપર તો તિરાડો પડી ચૂકી હોય ત્યારે જાનહાની થવાના ભયની વચ્ચે પશુ ડોક્ટરોમાં પણ ભયનો માહૌલ છવાયો છે . ત્યારે સામાજિક અને રાજકીય અગ્રણી દ્વારા પશુ દવાખાના બાબતે પશુપાલન વિભાગ મંત્રી રાઘવજી ભાઈ પટેલ ને રજૂઆત કરી પશું દવાખાના માં જાનહાની કે કપરી સ્થિતિ ઊભી થાય તે પહેલા રીપેરીંગ કરવાની માંગ ઉઠાવી છે . . સાથે હાલ પશુ દવાખાનામાં કાયમી ડોકટર ના હોય ત્યારે કાયમી ડોક્ટર મુકવા અંગે પણ રજૂઆત કરાય છે .
આ સમાચાર નો વધુ એહવાલ વિડિયો માં જોશો
મહેશ ગોધાણી, ભાવનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં