સજીવ ખેતીનું (ORGANIC FARMING CERTIFICATION) પ્રમાણન પત્ર કેવી રીતે મેળવવું ?
સજીવ ખેતી (organic farming) એકૃત્રિમ સંસાધનો (ઇનપુટસ)ના ઉપયોગ વગર તેમજ પર્યાવરણની ગુણવત્તાની જાળવણી અને વિકાસ કરીને, સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતીસ્ત્રોત તથા રોગ/જીવાત નિંદામણ અને પોષકતત્વોની જેવિક વિવિધતાઓનો ઉપયોગ કરીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ટકાઉ ઉત્પાદન મેળવવાની સાતત્યપૂર્ણ પધ્ધતિ છે. આ પધ્ધતિ બરાબર કાર્યરત થાય તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાંક ધારાધોરણો નકકી કરવામાં આવ્યા છે, જેને સેન્દ્રિય ખેતીના ધારાધોરણો કહે છે.
- પ્રમાણપત્ર/જૂથપ્રમાણપત્ર માટેની પ્રક્રિયા
- ખેડૂત અથવા ઉદ્યોગકારોએ સોપ્રથમતો તેમનીકૃષિ / ઉદ્યોગની પધ્ધતિ જે સંસાધનો (ઈનપુટસ) વાપરેલ હોય તેના દસ્તાવેજો, જમીન પૃથકકરણનો અહેવાલ, અગાઉ જે ખેતી કાર્યો કરેલ હોય તેની સંપૂર્ણ વિગતો સાથેની અરજી માન્ય ચકાસણી એજન્સીને કરવી કે જેથી એજન્સી ખેડૂત અને માન્ય પ્રમાણન એજન્સી વચ્ચેનું એગ્રિમેન્ટ ફોર્મ મોકલી શકે.
- પ્રાથમિક માહિતીને આધારે પ્રમાણન એજન્સી ખેડૂતો/ઉદ્યોગ સાહસિકને કોન્ટેકટ (સંપર્ક) ફોર્મ મોકલે છે.
- ચકાસણીની ફી, ચકાસણીની સંખ્યા તેમજ અન્ય જરૂરી શરતો અંગેની સ્વીકૃતિ બદલની સહી કરીને ખેડૂત સંપર્ક ફોર્મ માન્ય પ્રમાણન એજન્સીને મોકલી આપે છે.
- આ ફોર્મની સાથે ખેડૂતે કૃષિપેદાશો પ્રમાણિત કરવાની રકમની પO% રકમ ભરવી પડે છે, જેમળે પ્રમાણિત એજન્સી તેમનો ચકાસણી (નિરીક્ષણ) કાર્યક્રમ અને રાષ્ટ્રીય ધારાધોરણ અંગેની જાણ ખેડૂતને કરે છે.
- ત્યારબાદ, ચકાસણી એજન્સી નકકી થયેલ કાર્યક્રમ મુજબ તેના નિરીક્ષકો મોકલે છે. કેટલાક કિસ્સાઓમાં નિરીક્ષકો કાર્યક્રમ સિવાયપણ યુનિટની અચાનક મુલાકાત લઈને ચકાસણી કરે છે અને નકકી થયેલ રાષ્ટ્રીય ધારાધોરણોનો અમલ બરાબર થયેલ છે કે નહીં તેની ચકાસણી કરે છે.
- જરૂર પડે ચકાસણી એજન્સીની ચેદશાંવેલદસ્તાવેજોની પણ ચકાસણી કરે છે. તબદીલી સમયગાળાપૂર્વેનો અનેત્યાર બાદનો જમીન પૃથકકરણનો અહેવાલ, માન્યલેબોરેટરીમાંથી અવશેષ્ય જંતુનાશકો અનેસેન્દ્રિય ઉપજોના નમૂનાઓનો અહેવાલ, સેન્દ્રિયપદાર્થો / વપરાશીવસ્તાઓ / ચીજ વગેરેના સંબંધિ તદસ્તાવેજો
- ત્યારબાદ, ચકાસણી એજન્સી તેનો સંપૂર્ણ અહેવાલ પ્રમાણન એજન્સીને મોકલે છે. જેના આધારે પ્રમાણન એજન્સી અરજદાર ખેડૂત / ઉદ્યોગ સાહસિકને તેની પેદાશો માટે ‘સેન્દ્રિય પેદાશ અંગેનું પ્રમાણપત્ર આપે છે .
- જૂથ પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ મંડળીની રચના કરવી અને મંડળીના સભ્ય ખેડૂતો માટે ઉપર મુજબની જ કાર્યવાહી હાથ ધરવી.
- જૂથ પ્રમાણપત્ર માટે ચકાસણી નિરીક્ષક વર્ગ મૂળની સંખ્યામાં ખેડૂતોના ખેતર/ દસ્તાવેજોની ચકાસણી કરે છે . (દા.ત. ૧ સભ્યોની મંડળી હોય તો ૪ અને ૪૯ સભ્યો હોય તો ૭ એ મુજબ). આનાથી પ્રમાણપત્ર મેળવવાના ખર્ચમાં ઘણો જ ઘટાડો થાય છે.
૧.ડો. આનંદ કુમાર વાઘેલા
૨. શ્રી સિદ્ધરાજ સિંહ ચૌહાણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં