શેલ્બી હોસ્પિટલ, જે હેલ્થકેરમાં ઉત્કૃષ્ટતાનું સમાનાર્થી નામ છે, રાજકોટમાં શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ શરુ કરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 25 બેડની ક્ષમતા સાથે, આ બુટિક ઓર્થોપેડિક હોસ્પિટલ રાજકોટ અને તેની આસપાસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હેલ્થકેર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા
માટે તૈયાર છે.
શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં પણ ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. વિશ્વની શ્રેષ્ઠ હેલ્થકેર મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવવાના દયેય સાથે, શેલ્બી હોસ્પિટલ વિવિધ સર્જિકલ અને તબીબી વિશેષતાઓમાં ઉત્તમ સંભાળ પ્રદાન કરાવી રહી છે.
અલ્ટ્રા મોડર્ન ક્લાસ 100 મોડયુલર ઓપરેટિંગ થિયેટર એ આ નવી હોસ્પિટલ ની વિશેષતાઓમાંની એક છે.. આ અદ્યતન થિયેટરોને ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવામાં આવે છે.
રાજકોટમાં શેલ્બી હોસ્પિટલની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ છે કે સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાઓના દર્દીઓને હવે અદ્યતન ઓર્થોપેડિક સારવાર માટે મેટ્રોપોલિટન વિસ્તારોમાં જવાની જરૂર નથી. તેઓ હવે અહીં રાજકોટમાં જ એક છત નીચે સંપૂર્ણ ઓર્થોપેડિક સેવાઓનો લાભ મેળવી શકે છે.
શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહે જણાવ્યું હતું કે, “અમે અમારી એક્સપર્ટીઝ અને વિશ્વ-કક્ષાની સુવિધાઓ રાજકોટમાં લાવવા માટે ઉત્સાહિત છીએ. અમારો ઉદ્દેશ્ય ઉચ્ચ-સ્તરની ઓર્થોપેડિક સંભાળને સૌરાષ્ટ્રમાં દરેક માટે સુલભ બનાવવાનો છે. શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે, અમારો હેતુ અપ્રતિમ મેડિકલ સેવાઓ પ્રદાન કરવાનો અને અમારા દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.”
શેલ્બી હોસ્ટિપલ, રાજકોટની અનુભવી ઓર્થોપેડિક સર્જનો, નર્સો અને સહાયક સ્ટાફની ટીમ દરેક દર્દીને વ્યક્તિગત અને સહાનુભૂતિપૂર્ણ સંભાળ મળે તેની ખાતરી કરવા માટે સમર્પિત છે.
શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સ, રૂટિન પ્રોસિજરથી લઈને કોમ્પ્લેક્સ સર્જરીઓ જેવી બધીજ ઓર્થોપેડિકસ સંબંધિત પરિસ્થિતિઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સજ્જ છે. શ્રેષ્ઠતા અને દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે, શેલ્બી હોસ્પિટલ રાજકોટ અને તેની તેની આસપાસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓર્થોપેડિક સંભાળ માટેનું મુખ્ય સ્થળ બનવા માટે તૈયાર છે.
શેલ્બી હોસ્પિટલ વિશે:
શેલ્બી લિમિટેડ (શેલ્બી હોસ્પિટલ્સ) એ ડો. વિક્રમ શાહ દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને ગુણવત્તાયુક્ત અને અફોર્ડેબલ આરોગ્યસંભાળ પહોંચાડવામાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તે હાલમાં અમદાવાદ, વાપી, સુરત, ઈન્દોર, જબલપુર, જયપુર, ગુરુગ્રામ, મોહાલી અને મુંબઈ ખાતે 11 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો અને અમદાવાદ, લખનઉ, રાંચી, ગ્વાલિયર અને રાજકોટમાં શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (SOCE) હેઠળ 5 ઓર્થોપેડિક હોસ્પિટલની શૃંખલા ધરાવે છે જે એકંદરે 2,350 થી વધુ હોસ્પિટલ બેડની ક્ષમતા ધરાવે છે અને U.S.માં ઘૂંટણ અને હિપ ઇમ્પ્લાન્ટ્સના ઉત્પાદન પણ કરીરહી છે. શેલ્બીએ અત્યાર સુધીમાં 1,50,000 થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસિજર કરી છે અને તે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે પહેલા નંબરે છે. તે ઓર્ગેનાઇઝડ માર્કેટમાં 15% માર્કેટ શેર સાથે ભારતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનું સૌથી મોટું કેન્દ્ર છે. શેલ્બી પાસે 4,600 થી વધુ કુશળ ડોકટરો, સર્જનો અને સહાયક સ્ટાફની ઇન-હાઉસ ટીમ છે, જેઓ રિલેવન્ટ ઇન્ડસ્ટ્રી અનુભવ અને ઊંડાણપૂર્વકની ડોમેઈન એક્સપર્ટીસ ધરાવે છે, અને કંપનીના વિકાસમાં અગ્રેસર છે. શેલ્બી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં 30+ વિશેષતાઓ છે જેમ કે ઓર્થોપેડિક્સ, નેફ્રોલોજી, યુરોલોજી, ઓન્કોલોજી, ક્રિટિકલ કેર અને જનરલ મેડિસિન, કાર્ડિયાક સાયન્સ, બેરિયાટ્રિક સર્જરી, ન્યુરોસાયન્સ, ડેન્ટલ કોસ્મેટિક અને ઇમ્પ્લાન્ટોલોજી, સ્પાઇન સર્જરી, કિડની, લિવર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ.