- ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર હુમલો
- કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ વડે કર્યો હુમલો
- હુમલામાં શહેર કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન
રાજકોટ જીલ્લામાં આવેલા ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં શહેર કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન પહોંચાડ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખને ઈજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલા અંગેના સીટીવી પણ સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. કોગ્રેસ પ્રમુખે ગેરકાયદેસર LDO મુદે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ પ્રાંત અધિકારીને રજુઆત કરી જણાવ્યું હતું કે ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એલડીઓ નામનાં પ્રદુષણ ફેલાવતાં ઈંધણનો કોઈ રોકટોક વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેમીકલયુકત ઈંધણ માનવજીવન ને નુકસાનકર્તા હોવા છતા ગોંડલ પંથકમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ઠેર-ઠેર બેફામ વેપાર ચાલી રહ્યો છે. અનેક રજુઆતો કરવાં છતાં તંત્ર દ્વારા ધમધમી રહેલા એલડીઓ પંપ અંગે કોઈ પગલાં લેવાયા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આઠ દિવસમાં એલડીઓનો કાળોકારોબાર બંધ નહી કરાવામાં આવે તો આપની કચેરી સામે નાછુટકે શરીર પર કેમિકલ યુક્ત ઈંધણ છાંટી આત્મવિલોપન કરવું પડશે જેની જવાબદારી તંત્રની રહેશે.
આશિષ મહેતા, રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં