હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ
આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. અને રાત્રીના સુમારે વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.
હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મુકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે. રાત્રે. દર્દીઓને અને તેમના સગાવહાલાઓને ઉંદરોથી બચવા માટે જાગતા રહેવું પડે છે.સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં સીડીએમઓ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે જેને લઈને ડોક્ટર દ્વારા બહાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રીપ્શન લખી આપવામાં આવે છે જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી