- ૩,૫૮૫ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
શ્રેષ્ઠ ટેકનીકલ અને પ્રોફેશનલ એજ્યુકેશન માટે પ્રતિષ્ઠા પામેલી હાઇટેક ગણપત યુનિવર્સીટી ખાતે ડાયેરેકટર જનરલ ઓફ શિપીંગ શ્યામ જગન્નાથજીની ગરમિયામ ઉપસ્થિતમાં 17મો પદવી દાન સમારંભ યોજાયો હતો. જેમાં ૩,૫૮૫ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી
ગણપત વિશ્વ વિધાલય દ્વારા નવા માસ્કોટ અને ૩૬૦ ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કરાયું હતું. યોજાયેલ ૧૭ મા પદવીદાન સમારોહમાં ૩,૫૮૫ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ૨,૫૭૧ વિધાર્થીઓ અને ૧,૦૧૪ વિધાર્થીનીઓને પદવી એનાયત કરાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છેકે સુવર્ણ ચંદ્રક એનાયત કરેલ ૯૨ વિધાર્થીઓમાં ૫૮ વિધાર્થીઓ અને ૩૪ વિધાર્થીર્નીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. અને ૩૨ વિધાર્થીઓને ડોકટરેટ પદવીથી બહુમાન કરાયું હતું. ૯૩૭ ડિપ્લોમા ,૧,૭૦૭ ગ્રેજ્યુએટ ,૮૬૬ પોસ્ટ ગ્રેજ્યુએટ,૪૧ પીજી ડિપ્લોમા અને ૩૪ વિધાર્થીઓને ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી આર્કીટેક ડિઝાઇન પ્લાનીંગ અભ્યાસક્રમમાં ૨૫,કોમ્પ્યુટર એપ્લીકેશન અભ્યાસક્રમમાં ૫૮૦, એન્જીનયરીંગ અને ટેકનોલોજીમાં ૧૭૮૯,મેનેજમેન્ટ સ્ટડીઝમાં ૩૮૨,ફાર્મસી માં ૧૪૮,વિજ્ઞાનમાં ૫૯૦ અને સોશ્યલ સાયન્સ હ્યુમાનીટીઝ અભ્યાસક્રમમાં ૭૧ વિધાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી પદવીદાન સમારંભમાં સોલીસીટર પરેશભાઇ જાનીનું સ્વાગત સન્ામાન કરવામાં આવ્યું હતું .ગુની કેર દ્વારા નવીન પહેલ કરાયેલ સંસોધન પુસ્તિકા સહિત ગણપત યુનિના કાર્યક્રમોની માહિતી આપતી પુસ્તિકા પ્રરણા જ્યોત,ઉત્કર્ષ જ્યોત નું વિમોચન કરવામાં આવ્યું હતું. ગણપત વિશ્વ વિઘાલયના ગણપત દાદાના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી.
અનુપ સિંહ ચાવડા, મહેસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં