- ખેડૂત મિત્ર દીપડાની ઓલપાડના ગામોમાં ફરી આગમન, ખેડૂતોમાં ખુશી
- ઓલપાડ અને માંગરોળના ખેડૂતો દીપડા ને માને છે દેવદૂત
વાત કરીએ ખેડૂત મિત્ર દીપડા ની રાજ્યમાં દીપડાની દહેશત છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાડ તાલુકાના ખેડૂતો દીપડાને દેવદૂત માને છે મિત્ર માને છે.. જુઓ અમારો વિશેષ અહેવાલ
આ દ્રશ્ય જોઈ લો… આમતો આ દ્રશ્ય માંગરોળ તાલુકા ના મોટી પારડી ગામના છે.. અને એ પણ એક મહિના પહેલાના દ્રશ્ય છે. મોટી પારડી ગામના ખેડૂતો રાત્રે પણ ડુક્કર ના ઉપદ્રવ થી બચવા અને પોતાના ખેતરમાં ઉભા પાકને બચાવવા સળગતી મશાલો લઇ ફરી રહ્યા છે. છતાં જંગલી દુક્કરો ખેડૂતોને ભારે નુકશાન કરી રહ્યા છે. જંગલી દુક્કરો સામે ખેડૂતો અને સરકાર પણ લાચાર છે ત્યારે આવા સમયે ખેડૂતના મિત્ર અને રક્ષક બની દીપડાઓ ખેતરમાં દેખાતા હવે ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે કેમકે દીપડાના આગમનથી જંગલી દુક્કરો ખેતરો છોડીને ભાગી રહ્યા છે આનાથી ખેડૂતોનો ઉભો પાક બચી જશે આથી ખેડૂતો દીપડાને દેવદૂત અને મિત્ર માની રહ્યા છે.માંગરોળ તાલુકાના મોટી પારડી, વેલાછા, લીબાડા, વાંસોલી જેવા ગામોના ખેડૂતો ડુક્કર ના ત્રાસ થી ત્રાહિમામ ત્રાહિમામ પોકાળી ઉઠ્યા હતા પરંતુ તેમના વિસ્તારમાં દીપડાઓનું આગમન થતા હવે જંગલી ભૂંડો ખેતરોમાંથી ભાગી રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકાના ખેડૂતો દીપડાને ખેડૂતનો મિત્ર અને દેવદૂત માની રહ્યા છે
માંગરોળ તાલુકા બાદ ઓલપાડ તાલુકાના ખેડૂતો પણ જંગલી દુક્કરો ના ત્રાસ થી થાકી ગયા છે.. સામાન્ય રીતે ઓલપાડ તાલુકામાં શેરડી, ડાંગર, શાકભાજી ના પાકોને દુક્કરો ભારે નુકશાન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો લાચાર બની ગયા છે. સરકાર પણ આ મુદ્દે લાચાર દેખાય છે ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામની સીમમાં બે ત્રણ દિવસથી દીપડા દેખાતા ખેડૂતોમાં પહેલા ડર જોવા મળ્યો હતો. સાંજ થતા ખેડૂતો, મજૂરો પોતાના ઘરે આવી જાય છે પણ સાથે માંગરોળ તાલુકાના ખેડૂતોની જેમ ઓલપાડ તાલુકાના ભાદોલ ગામના ખેડૂતો પણ દીપડાના આગમન ને વધાવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ભાદોલ ગામની સીમમાં રાત્રે ખેડૂતોએ દીપડા ને જોતા હવે ભાદોલ ગામના ખેડૂતો પણ દીપડા ને મિત્ર માની રહ્યા છે અને કહી રહ્યા છે અમારા વિસ્તારમાં દીપડા દેખાવવા અમારા માટે ખુશીના સમાચાર છે. દીપડાના આગમન ના કારણે હવે જંગલી ભૂંડો થી રાહત મળશે.
આમતો રાજ્યમાં દીપડાનો ડર જોવા મળી રહ્યો છે. જોકે સુરત જિલ્લામાં ખેડૂતો દીપડા ને મિત્ર માની રહ્યા છે. કેમકે સામાન્ય રીતે દીપડા દ્વારા ખેડૂતો પર હુમલા થતા નથી. સામાન્ય કિસ્સામાં બાળકો દીપડાના ભૂતકાળ માં ભોગ બન્યા છે પણ દીપડા ના કારણે ખેડૂતોને દુક્કરના ત્રાસ થી રાહત પણ મળી છે. ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ સહિત આજુબાજુ ગામોના લોકો અને માંગરોળ તાલુકાના મોટી પારડી, વેલાછા, વાંસોલી સહિતના ગામોના લોકો દીપડાને સામાન્ય અને હળવાશ થી લઇ રહ્યા છે અને દીપડાના આગમન બાદ ખેડૂતો રાત્રે હવે નિરાંતની ઊંઘ લઇ રહ્યા છે
રીપોર્ટ રમેશ ખંભાતી, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી