- દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે
- દીવેટ સુધી પહોંચવા માટે લગભગ 8 ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે.
22 મી જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય અને નવ્ય રામમંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે. વિશ્વભરના કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે. શ્રીરામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે. ભાયલીના અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે, જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ. પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળભાઈ પટેલે વડોદરા GIDCના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી.GIDCના એક ફેબ્રિકેટરે સૌથી પહેલા તો કાગળ પર દીવાની ડિઝાઈન બનાવી હતી અને ત્યારપછી એના મટિરિયલનું મોટું લિસ્ટ મને આપ્યું હતું. લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપી દીધો હતો. આખરે, લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે. વિશાળ દીવાનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કર્યું હતું અને શ્રી રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલને પ્રસન્નતાની પાઘ બંધાવી, પુષ્પહાર પહેરાવી ને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના હરિભક્તો તથા સ્થાનિક ભાવિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચિરાગ પાટડિયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી