- રેફરલ સરકારી હોસ્પિટલમાં અસમાજિક તત્વોનો આતંક
- અસમાજિક તત્વોના આતંકથી કર્મચારીઓ પરેશાન
સુરેન્દ્રનગરમાં લખતર સરકારી હોસ્પિટલ ખાતે બપોરના બે વાગ્યાંથી ચાર વાગ્યાંના સમય દરમ્યાન એક નશીલા હાલતમાં આવેલ તત્વોએ આતંક મચાવ્યાની વિગત પ્રાપ્ત થઈ રહી છે.ત્યારે સામુહિક આરોગ્યના મેડિકલ સ્ટાફ રિસેસના સમય દરમિયાન એક દર્દી હોસ્પિટલ ખાતે ડ્રેસિંગ કરાવવા માટે આવેલ હતો.જે દર્દી ડ્રેસિંગ કરાવતી વખતે અંદર આવતાની સાથે જ દર્દી દ્વારા નશીલા હાલતમાં હોવાથી હોસ્પિટલના સ્ટાફ સાથે અભદ્ર શબ્દ વાપરી સ્ટાફ સામે ગાળો બોલી રહ્યો હતો.ત્યારે સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેને ખરાબ શબ્દો ના બોલવા માટે સમજાવવામાં આવ્યો હતો.તે સમયે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા હોસ્પિટલના બહારથી વિડીયો ઉતારી મારામારી થતી હોવાની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી જે વિડીયો અનુસંધાને સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા અને સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ જીગ્નેશ મકવાણા દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.જેને લઇને લખતર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અપશબ્દ બોલનાર વ્યક્તિને લખતર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.જ્યાં હોસ્પિટલમાં અપશબ્દ બોલનાર વ્યક્તિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પોતે હોસ્પિટલમા જે વ્યવહાર કર્યો તે મારી ભૂલ હતી અને સ્ટાફ સારો જ છે સ્ટાફ દ્વારા કોઇએ મારી સાથે ગેરવર્તન કર્યું નથી તેવું નિવેદનમાં ઉલ્લેખ કરી આપવામાં આવ્યું હતું.બાદમાં જે વ્યક્તિએ અપશબ્દ બોલ્યા હતા તે વ્યક્તિ સાંજના સમયે તેની ભૂલ સમજાતા હોસ્પિટલ ખાતે આવી હોસ્પિટલના સ્ટાફની માફી માંગી હતી.ઉલ્લેખનીય છે કે અમુક લોકો સરકારી હોસ્પિટલને ટાર્ગેટ કરી અવારનવાર સ્ટાફની સાથે અભદ્ર વ્યવહાર કરનારને અમુક બહારના વ્યક્તિઓ દ્વારા લોકો ચડામણી કરી હોસ્પિટલ ખાતે મોકલી અને સ્ટાફને પરેશાન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા હોય છે.જે અંગે લખતર સરકારી હોસ્પિટલના સુપ્રીટેન્ડનો સંપર્ક કરતા જેઓએ જણાવેલ કે જે સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ થયો છે તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત હોવાનું જણાવેલ હતું.
જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી