- રાજકોટમાં નકલી લિવિંગ સર્ટી કાઢવાનું અસલી કૌભાંડ ઝડપાયું
- રૂ.3,500માં બે લિવિંગ સર્ટી કાઢવામાં આવતા હોવાનો ખુલાસો
રાજકોટ શહેરમાં નકલી લિવિંગ સર્ટી કાઢવાનું અસલી કૌભાંડ સામે આવ્યું છે. એ પણ 3,500 રૂપિયામાં બે લિવિંગ સર્ટી કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પિતા-પુત્રએ જાતિનો દાખલો કઢાવવા માટે આ નકલી લિવિંગ સર્ટી કઢાવ્યું હોવાનું અધિકારીની સમક્ષ આવ્યું હતું. સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસથી જાતિના નાયબ નિયામકની સતર્કતાથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.. આ સમગ્ર કૌભાંડ અંગે સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસથી જાતિના નાયબ નિયામક બારોટે માહિતી આપી હતી. સવશીભાઈ વિકાણી અને તેના પુત્ર બક્ષીપંચનો જાતિનો દાખલો કઢાવવા માટે 2 જાન્યુઆરીના દિવસે સવારે બહુમાળી ભવન પહોંચ્યા હતા. અહીં સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ તેઓ પહોંચ્યા હતા.
અરજદારના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીય જાતિ લખી હતી. જેથી સ્ટાફ દ્વારા એવું કહેવાયું હતું કે હિન્દુ ધારકીય જાતિનો બક્ષીપંચમાં સમાવેશ થતો નથી. જેથી જાતિનો દાખલો ન નીકળી શકે. જે બાદ અડધો કલાકમાં અરજદાર હિન્દુ દેવીપુજક જાતિ લખેલું લિવિંગ સર્ટિફિકેટ લઈ આવ્યા જેથી અરજદારની કડકપણે પૂછપરછ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા વચેટીયા પુરોહિતભાઈનું નામ આપવામાં આવ્યું હતું. જે બાદ પુરોહિત ભાઈને બોલાવી પૂછપરછ કરતા તેમણે કહ્યું કે હા મેં ડુપ્લીકેટ લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપ્યું છે અને મને આ યોગેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. જોકે આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આ મામલે ગુનો પણ દાખલ કરી શકે છે. સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવા એ કાનૂની અપરાધ પણ છે. આવું કૃત્ય કરનાર લોકોને જેલની હવા પણ ખાવી પડી શકે છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં હાલ બે વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે પરંતુ વધુ કેટલાક શખ્શોના નામ ખુલે એવી પણ હાલ શક્યતા છે.
ભરત ભરડવા સાથે રોહિત, રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં